મુખ્ય સમાચાર
News of Sunday, 11th April 2021

કૂચ બિહારની ઘટના મામલે શાહના મમતા પર તીવ્ર પ્રહાર

કૂચ બિહારમાં ચારના મોત પર નિવેદન આપ્યું હતુ : ચૂંટણી દરમિયાન બુથ પરની ઘટનામાં આનંદ બર્મનનું મોત થયું તેનું દુઃખ તો મુખ્યમંત્રીને ન થયું : અમિત શાહકૂચ બિહારમાં ચારના મોત પર નિવેદન આપ્યું હતુ : ચૂંટણી દરમિયાન બુથ પરની ઘટનામાં આનંદ બર્મનનું મોત થયું તેનું દુઃખ તો મુખ્યમંત્રીને ન થયું : અમિત શાહ

કોલકાતા, તા. ૧૧ : બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કૂચ બિહારની ઘટના પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીના ઉક્સાવવાના કારણે આ દુઃખદ ઘટના ઘટી. ગૃહમંત્રીએ કહ્યું કે

પશ્ચિમ બંગાળના નાદિયામાં રવિવારે ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, 'આજે કદાચ જ શાંતિપુરના ઘરમાં કોઈ વ્યક્તિ રોકાયું હોય. આજે સમગ્ર શાંતિપુર રસ્તાઓ પર હતું. બંગાળમાં ૨જી મેના રોજ કમળ ખીલશે. ગઈ કાલે એક બૂથ પર દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી. લોકોએ જવાનોના હથિયારો છીનવવાની કોશિશ કરી. પોતાના બચાવમાં જવાનોએ ગોળી ચલાવવી પડી. આ અગાઉ આનંદ બર્મનનું મોત થયું. તેનું દુઃખ તો દીદીને ન થયું પરંતુ કૂચ બિહારમાં ચાર લોકોના મોત પર તરત જ નિવેદન આપ્યું.'

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આનંદ બર્મન તેમની વોટ બેક્નનો ભાગ નહતો. આથી દીદીએ તેમના માટે કોઈ શબ્દ કહ્યો નહી. આ સીટ પર થોડા  દિવસ પહેલા દીદીએ જણાવ્યું હતું કે જો સીએપીએફ વાળાઆવે તો તેમને ઘેરી લેજો. શું તમે તેમને ઉશ્કેર્યા નહતા? હું માનું છું કે દીદી પાસે હજુ પણ સમય છે. ઘટનામાં માર્યા ગયેલા તે પાંચમા વ્યક્તિને પણ શ્રદ્ધાંજલિ આપે. ચૂંટણી દરમિયાન ભાજપના પાંચથી વધુ કાર્યકરોને પણ મારવામાં આવ્યા પરંતુ દીદી તેમના માટે કશું બોલ્યા નહીં.

(9:03 pm IST)