મુખ્ય સમાચાર
News of Sunday, 11th April 2021

ઉત્તર પ્રદેશમાં કોવિદ -19 નો હાહાકાર : અલ્હાબાદ હાઈકોર્ટના બે ન્યાયાધીશો કોરોના સંક્રમિત : લખનૌની ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટના 4 જ્યુડિશિયલ ઓફિસર તથા 13 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત : 48 કલાક માટે કામકાજ સ્થગિત કરી દેવાની ફરજ પડી

અલ્હાબાદ : ગઈકાલ શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટના બે ન્યાયાધીશો કોરોના સંક્રમિત થયેલા માલુમ પડ્યા છે. જેઓ પોતાના નિવાસ સ્થાનમાં સેલ્ફ આઇસોલેટ થયા છે.ઉપરાંત  લખનૌની ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટના 4 જ્યુડિશિયલ ઓફિસર તથા 13 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થવાથી કામકાજ 48 કલાક માટે અટકાવી દેવાની ફરજ પડી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે પહેલાથી જ  કામકાજ પર પ્રતિબંધ મૂકતા નિર્દેશો જારી કર્યા હતા. 3 એપ્રિલના રોજ, ઉત્તરપ્રદેશમાં કોવિદ -19  કેસોમાં  ઉછાળાને ધ્યાનમાં રાખીને કોર્ટે 5 એપ્રિલથી 9 એપ્રિલ સુધી નિયમિત અદાલતોની બેઠક પર પ્રતિબંધ મૂક્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)