મુખ્ય સમાચાર
News of Sunday, 11th April 2021

દેશમાં વિકરાળ બનતો કોરોના : તમામ રેકોર્ડ તૂટ્યા : છેલ્લાં 24 કલાકમાં 1.52 લાખથી વધુ નવા કેસ ,એક્ટિવ કેસ 11 લાખને પાર :કુલ કેસ 1.33 કરોડના આંકને પાર પહોંચ્યા : વધુ 837 લોકોના મોત

મહારાષ્ટ્ર માં સૌથી વધુ 55,411 નવા કેસ, : છત્તીસગઢમાં 14,098, ઉત્તર પ્રદેશમાં 12,748 કેસ નોંધાયા : દક્ષિણના રાજ્યોમાં કોરોનાએ સ્પીડ પકડી : દિલ્હીમાં પણ કાળોકેર યથાવત

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 1. 52 લાખથી વધુ  નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં  837 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ  સંખ્યા પણ 11 લાખને  પાર  પહોંચી છે એક જ દિવસમાં 1. .52 લાખથી વધુ નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.33,55,319 થઇ છે છેલ્લા 24 કલાકમાં 90,237 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.20,78,242 લોકોએ કોરોનાને મહાત આપી છે

મહારાષ્ટ્ર માં સૌથી વધુ 55,411 નવા કેસ નોંધાયા છે જયારે  છત્તીસગઢમાં 14,098 કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 12,748 કેસ નોંધાયા છે સાથે દક્ષિણના રાજ્યોમાં પણ કોરોનાએ સ્પીડ પકડી  છે 

(12:37 am IST)