મુખ્ય સમાચાર
News of Sunday, 11th April 2021

ડોન દાઉદ ઈબ્રાહિમનો સાગરિત જાબીર મોતી બ્રિટનની કોર્ટમાંથી મુક્ત થઇ ગયો

અમેરિકાએ પ્રત્યાર્પણની અરજી પડતી મૂકી દેતા ગુનેગાર છૂટીને પાકિસ્તાન ભેગો થઈ ગયો

લંડન :ડોન દાઉદ ઈબ્રાહિમનો સાગરિત જાબીર મોતી બ્રિટનની કોર્ટમાંથી છૂટી ગયો હતો. અમેરિકાએ તેના પ્રત્યાર્પણની અરજી પડતી મૂકી દેતા આ ગુનેગાર છૂટીને પાકિસ્તાન ભેગો થઈ ગયો હતો.

પાકિસ્તાની નાગરિક જાબીર મોતી દાઉદનો કરીબી ગણાતો હતો અને દાઉદના કાળા કારનામાના મુખ્ય સાગરિતો પૈકીનો એક હતો. ૨૦૧૮માં બ્રિટિશ પોલીસે તેની ધરપકડ કરી હતી. અમેરિકાએ ડ્રગ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગ અને બ્લેકમેઈલિંગ જેવા મુદ્દે તેના પ્રત્યાર્પણની માગણી કરી હતી.
અમેરિકાના પ્રત્યાર્પણની માગણી સામે જાબીરે લંડનની હાઈકોર્ટમાં અરજી કરી હતી. એ કેસ હજુ ચાલી રહ્યો હતો અને કોર્ટે જાબીરને જામીન પર છોડયો હતો. એ દરમિયાન અચાનક અમેરિકાએ જાબીરના પ્રત્યાર્પણની અરજી પડતી મૂકી હતી.

અમેરિકાએ તેના પ્રત્યાર્પણની માગણી પડતી મૂકી એટલે આપોઆપ તેના પરથી આરોપો હટી ગયા હતા. તેનો લાભ લઈને એ તુરંત પાકિસ્તાન જવા નીકળી ગયો હતો.

(12:23 am IST)