મુખ્ય સમાચાર
News of Thursday, 11th April 2019

ભારે કરી : ઘરની બહાર પોસ્ટર લાગ્યાં: મોદી મોદી બૂમ પાડો તો બારણુ ખૂલશે બાકી ડોર બેલ ખરાબ છે

મધ્યપ્રદેશના મુરૈનાના રામનગર વસાહતમાં ઘરની બહાર લાગ્યા પોસ્ટર

મધ્યપ્રદેશના મુરૈના શહેરના રામનગર વિસ્તારમાં ઘણાં ઘરોનાં દરવાજા બહાર પોસ્ટર છે કે જે આશ્ચર્યજનક છે. શહેરના લોકોએ ઘરના દરવાજા પાસે પોસ્ટરો ગવાલ્યાં છે કે ‘ડોર બેલ ખરાબ છે દરવાજો ખોલાવવા માટે કૃપા કરીને મોદી-મોદીની બુમ પાડો.

   રામનગર વસાહતના લોકો કહે છે કે કોઈ બીજું આવવું જોઈએ નહીં અને અમને હેરાન ન કરવું જોઈએ, તેથી અમે આ પદ્ધતિ અપનાવી છે. કોલોનીમાં 100થી વધુ મકાનોમાં આ સંદેશ લખ્યો છે કે બારણું ખોલવા માટે મોદી મોદી બૂમો પાડે. ત્યાં રહેતા લોકો વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની સરકારની લોકપ્રિયતા પણ કહી રહ્યાં હતા

(2:07 pm IST)