મુખ્ય સમાચાર
News of Thursday, 11th April 2019

PM મોદી વિરુધ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા અર્જુન મોઢવાડિયા : આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની કરી ફરિયાદ

મહારાષ્ટ્ર્ના લાતુર ખાતે સભા સંબોધતી વખતે ભારતીય લશ્કર અને પુલવામાં શહીદોનો ઉલ્લેખ કરી ભાજપ માટે મતો માંગ્યા : ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રેસિડન્ટ અર્જુનભાઈ મોઢવાડિયાની રાવ

 ન્યુદિલ્હી : ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રેસિડન્ટ અર્જુનભાઈ મોઢવાડિયાએ આચાર સંહિતાના ભંગ બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિરુધ્ધ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદમાં જણાવાયા મુજબ શ્રી મોદીએ મહારાષ્ટ્રના  લાતુર ખાતે જાહેર સભા સંબોધતી વખતે ભારતીય લશ્કર અને પુલવામાં શહીદોનો ઉલ્લેખ કરી પાર્ટી માટે મતો માગ્યા હતા. તથા પ્રથમવાર મતદાન કરનારા યુવાનોને ગુમરાહ કરવાની કોશિશ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જેના પુરાવા રૂપે તેમણે NDTV  ટ્વીટર માધ્યમ તથા શ્રી મોદીનો વિડિઓ ચૂંટણી પંચ સમક્ષ રજુ કર્યા છે.

(12:17 pm IST)