મુખ્ય સમાચાર
News of Thursday, 11th April 2019

ભારતીયો માટે કેનેડાએ દરવાજા મોકળા મેલી દીધા

ભારતીય ટેલેન્ટને પોતાને ત્યાં તક આપવા તૈયારઃ કામ સાથે સરળતાથી નાગરીકત્વ મળશે

નવી દિલ્હીઃ અમેરિકા જયાં પોતાના ત્યાં આવનારા લોકો માટે વિઝાના નિયમોને કડક કર્યા છો તો કેનેડાએ દિલ ખોલીને ભારતીય ટેલેન્ટને પોતાના ત્યાં તક આપવા માટે તૈયારી કરી છે. કેનેડા ગ્લોબલ ટેલેન્ટ સ્ટ્રીમ નામનો એક સ્થાયી પ્રોગ્રામ શરુ કરવા જઈ રહ્યું છે, આના દ્વારા લોકોને સરળતાથી કામ કરવાની તક પ્રાપ્ત થશે. કેનેડાની આ યોજનાથી કેનેડામાં કરવા ઈચ્છુક વિજ્ઞાન, પ્રૌઘોગિકી, એન્જિનિયરિંગ અથવા ગણિત બેકગ્રાઉન્ડ લાળા લોકોને મોટો ફાયદો થશે. આ સાથે જ અમેરિકામાં રહેનારા ભારતીય પણ આનો ફાયદો ઉઠાવી શકે છે.

આ યોજના અંતર્ગત નોકરી આપનારા સીલેકટર્સ દ્વારા આવેલી અરજીઓને બે સપ્તાહમાં નિપટાવવામાં આવશે. આનો વધારે ફાયદો એ મળશે કે જે લોકોને જીટીએસ યોજના અંતર્ગત નોકરીઓ મળશે અને તેઓ ન માત્ર કેનેડામાં વર્ક એકસપીરિયન્સ લેશે પરંતુ તેમને એકસપ્રેસ એન્ટ્રી રુટ અંતર્ગત સ્થાયી નાગરિકતા પ્રાપ્ત કરવામાં પ્રાથમિકતા પ્રાપ્ત થશે. એકસપ્રેસ ઈન્ટ્રી રુટ એક પોઈન્ટ-બેઝડ સિસ્ટમ છે.

 વર્ષ ૨૦૧૭ દરમિયાન કુલ ૮૬,૦૨૨ ઈનવીટેશન્સ મોકલવામાં આવ્યા , અને આમાંથી ૪૨ ટકા એવા લોકો હતા, કે જેમની પાસે ભારતીય નાગરિકતા હતી. કેનેડા ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન, રેફ્યૂજી એન્ડ સિટિઝનશિપ દ્વારા ઉપ્લબ્ધ કરાવવામાં આવેલા આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૧૮ દરમિયાન ભારતીયોને ૪૧,૦૦૦ ઈન્વાઈટ્સ મોકલવામાં આવ્યા જે ૧૩ ટકા વધારો દર્શાવે છે.

 કેનેડાના IRCC પ્રધાન અહમદ હુસેને તાજેતરમાં જાહેર બજેટ ડોકયુમેન્ટમાં કહ્યું કે અમે પોતાની ગ્લોબલ સ્ટ્રેટેજી દ્વારા દુનિયાભરના સ્કીલ ધરાવતા લોકોને આકર્ષિત કરી રહ્યા છીએ.

(11:33 am IST)