મુખ્ય સમાચાર
News of Wednesday, 11th April 2018

ઉન્નાવ રેપ કેસઃ પીડિતાના પિતાના અંતિમ સંસ્કાર પર સ્ટે

આરોપી ધારાસભ્યની પત્નીએ આત્મહત્યા કરવાની ધમકી આપીઃ મારા પતિને ફસાવ્યા છે...

લખનૌ તા. ૧૧ : ઉન્નાવમાં રેપ કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે પીડિતાના પિતાનો અંતિમસંસ્કાર રોકી દેવાના ઓર્ડર આપ્યાં છે. જયારે આરોપી બીજેપીના એમએલએની પત્નીએ કહ્યું છે કે જો મારા પતિ પર આ કેસમાં દોષી કરાર થઇ જશે તો હું આત્મહત્યા કરી લઇશ.

બે દિવસ પહેલા ઉન્નાવ રેપ પીડિતાના પિતાનું આઘાતને કારણે મૃત્યુ થયું હતું. ૧૮ વર્ષની રેપ પીડિતાએ ચીફ જસ્ટિસને એક પત્ર લખીને પિતાના મૃતદેહના અંતિમસંસ્કાર ન થાય. જેમાં આ મામલામાં ચીફ જસ્ટિસ ડીબી ભોંસલે અને જસ્ટિસ સુનીત કુમારની બેંચે ગુરૂવાર ૧૨ એપ્રિલના રોજ સુનાવણી કરશે. આ ઉપરાંત કોર્ટે રેપ પીડિતાના પિતાના મૃતદેહને સુરક્ષિત રાખવાનો નિર્દેશ કર્યો છે.

આ મામલામાં બેંગલુરૂના બીજેપી સાંસદ કુલદીપસિંહ સેંગર પર હત્યાનો આરોપ છે. આ સાંસદની પત્ની સંગીતા સેંગરે કહ્યું કે, મારો પતિ નિર્દોષ છે. જે તેમની પર જે દોષ છે તે સાચા ઠરશે તો અમારો આખો પરિવાર પોતાનો જીવ ત્યજી દેશે. આ મામલે સબૂતોને સંતાડવામાં આી રહ્યાં છે જે સાચું નથી. અમને ન્યાય જોઈએ છે.

આ મામલે સંગીતાએ પહેલા પણ કહ્યું હતું કે, 'મારા  પતિ અને પીડિતાનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. આ મામલાના કારણે મારી પુત્રીઓ આઘાતમાં છે.આખો પરિવાર માનસિક રીતે હેરાન થઇ રહ્યો છે. આ મામલામાં એકપણ સબૂત રજૂ કરવામાં નથી આવ્યું તે છતાંપણ મારા પતિને રેપિસ્ટ કહેવામાં આવે છે.' નોંધનીય છે કે આ કેસમાં બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરના ભાઈ અતુલે પીડિતાના પિતાની હત્યા કરવાના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, ધારાસભ્ય વિરુદ્ઘ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. જયારે મુખ્યમંત્રીના આદેશ પર એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે. સીએમએ આ અંગે રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે. આ વચ્ચે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંઘની પત્નીએ બુધવારે ડીજીપી ઓપી સિંઘ સાથે મુલાકાત કરીને પતિ માટે ન્યાયની પોકાર લગાવી હતી.

(4:18 pm IST)