ઉત્તર પ્રદેશ ભાજપના ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી પર દુષ્કર્મનો આરોપ : ખળભળાટ
ફરિયાદી મહિલાએ ત્રિપાઠી ઉપરાંત બીજા છ જણ પર દુષ્કર્મ કર્યાનો આરોપ મૂક્યો
ઉત્તર પ્રદેશના ભદોહી વિસ્તારના ભાજપના ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી પર એક મહિલાએ બળાત્કારનો આરોપ મુક્યા બાદ પોલીસે આ ઘટનાની તપાસનો આરંભ કર્યો હતો.
સંબંધિત ફરિયાદી મહિલાએ ત્રિપાઠી ઉપરાંત બીજા છ જણ પર દુષ્કર્મ કર્યાનો આરોપ મૂક્યો હતો. આ મહિલાએ ત્રિપાઠીના ભત્રીજાને ફરિયાદ કરતાં એણે મોઢું બંધ રાખવાની સલાહ આપી હતી.
2014માં આ મહિલાના પતિનું અવસાન થયું હતું. એક ટ્રેન પ્રવાસ દરમિયાન ત્રિપાઠીના ભત્રીજા સાથે આ મહિલાનો પરિચચય થયો હતો. મહિલાએ પોલીસને કહ્યા મુજબ મારી સાથે લગ્ન કરવાનુ્ં ખોટું વચન આપીને ધારાસભ્યના ભત્રીજાએ વરસો સુધી મારું જાતીય શોષણ કર્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીએ મારો ગેરલાભ લેવાનું શરૂ કર્યું હતું.
આ મહિલાની ફરિયાદ મુજબ ત્યારબાદ ધારાસભ્યના ચમચાઓ દ્વારા પણ એનો ગેરલાભ લેવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે ઉચ્ચાધિકારીઓ દ્વારા આ ઘટનાની તપાસ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના એક કરતાં વધુ ધારાસભ્યો સામે અગાઉ પણ બળાત્કાર અને ધાકધમકીના આરોપો થઇ ચૂક્યા હતા.