મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

ગ્લોબલ વોર્મિંગના કારણે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ દરિયાના પેટાળમાં રહેલી વનસ્પતિ તથા જીવાત અને શેવાળનો પણ સોથ વળી રહ્યો છે : ઓસ્ટ્રેલિયાની યૂનિવર્સિટી ઓફ સિડની અને સિડની ઇન્સ્ટીટયૂટ ઓફ મરીન સાયન્સના સંશોધકોનું તારણ

સિડની :ગ્લોબલ વોર્મિંગના કારણે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ દરિયાના પેટાળમાં રહેલી વનસ્પતિ તથા જીવાત અને શેવાળનો પણ સોથ વળી રહ્યો છે.જળવાયુ પરીવર્તનના કારણે સપાટી પરના સુક્ષ્મજીવોમાં પરીવર્તન આવે છે. આથી દરિયાઇ જીવોમાં વિવિધ પ્રકારના રોગ અને માછલીઓના ઉછેર પર વિપરીત અસર થાય છે. સમુદ્ર ગરમ થવાથી પાણીમાં જ પોતાનું ઘર માનીને રહેતા કોરલ અને સમુદ્રી શેવાળોની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે.તેવું ઓસ્ટ્રેલિયાની યૂનિવર્સિટી ઓફ સિડની અને સિડની ઇન્સ્ટીટયૂટ ઓફ મરીન સાયન્સના સંશોધકોએ જણાવ્યું છે. જેમ માણસના આંતરડામાં રહેલા સુક્ષ્મજીવોમાં બદલાવ આવે ત્યારે તબિયત બગડે છે તેવી જ રીત દરિયાઇ વનસ્પતિ પરના સુક્ષ્મ જીવો પર આવતા પરીવર્તનના કારણ થાય છે.

(7:56 pm IST)