મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અમદાવાદની ઐતિહાસિક ગુજરાત વિદ્યાપીઠમાં ''મેઘાણી ગીતો'' : ગુંજ્યા

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અમદાવાદ સ્થિત ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોનાં સ્વરાંજલિ કાર્યક્ર્મ કસુંબીનો રંગનું ભવ્ય આયોજન થયું હતું. નવી પેઢી આપણાં સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન તથા શ્રી સ્તંભતીર્થ વીશા શ્રીમાળી જૈન મંડળ (અમદાવાદ) દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. સાક્ષર, સ્વાતંત્ર-સેનાની રામનારાયણ વિ. પાઠકના નિમંત્રણથી ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે આવેલા ઝવેરચંદ મેદ્યાણીએ ત્યાંનાં યુવા વિદ્યાર્થીઓને ગીતો સંભળાવ્યાં હતાં જે ખાસ ઉલ્લેખનીય છે. જૈન કુળમાં જન્મેલા ઝવેરચંદ મેદ્યાણીએ ૧૨ વર્ષની વયે જૈન પાઠશાળામાં પ્રથમ કાવ્ય રચેલું તેથી સમસ્ત જૈન સમાજ એમનું સવિશેષ ગૌરવ અનુભવે છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. અનામિકભાઈ શાહ અને તેમના ધર્મપત્ની ડો. રંજનબેન શાહ, જૈન સમાજના અગ્રણીઓ મુકતકભાઈ કાપડીયા, મનોજભાઈ ઘીયા, જતીનભાઈ ઘીયા, નૃપેશભાઈ શાહ, તુષારભાઈ શાહ, વિપુલભાઈ કાપડીયા, જીગ્નેશભાઈ ગાંધી, શિતલભાઈ શાહ, ધર્ણેન્દ્રભાઈ કાપડીયા, પ્રીતિબેન દ્યીયા, રૂપાબેન કાપડીયા, ફાલ્ગુની શાહ અને હેતલબેન શાહ, આજીવન લોકસેવિકા – પૂર્વ સાંસદ જયાબેન વજુભાઈ શાહ પરિવારના ડો. અક્ષયભાઈ શાહ અને ડો. અમિતાબેન શાહ-અવસ્થી, નિવૃત્ત્। જોઈન્ટ ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર કે. કે. ચાવડા, સિવિલ હોસ્પીટલના નિવૃત્ત્। આરએમઓ ડો. કનુભાઈ બોરીચા, ગૂજરાત વિદ્યાપીઠના કેમ્પસ ઈન્ચાર્જ અભુભાઈ દેસાઈ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, નેશનલ યુથ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલીયા, શિક્ષણવિદ્ એચ. કે. દવે (સુરેન્દ્રનગર), રાજપૂત સમાજના પ્રધ્યુમનસિંહ ચુડાસમા (ધોલેરા) અને યુવરાજસિંહ જાડેજા (ગાંધીનગર), ઉદ્યોગપતિ ભરતભાઈ કારાણી (દુબઈ-વડોદરા), ગોવિંદભાઈ જાદવ, ભરતભાઈ – રૂપાબેન – મિતાલી મહેતાની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ કાર્યક્ર્મને મન મૂકીને માણ્યો. ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે મેદ્યાણી-ગીતોની રમઝટ બોલાવી. હાસ્યકાર હરિસિંહ સોલંકીએ પોતાની આગવી શૈલીમાં સહુને મોજ કરાવી. કસુંબીનો રંગ, મોર બની થનગનાટ કરે, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, દરિયો ડોલે જેવી ઝવેરચંદ મેદ્યાણીની અમર રચનાઓ તેમજ  'રઢિયાળી રાત'માંથી ચાંદો ઊગ્યો ચોકમાં,  દાદા હો દીકરી, સવા બશેરનું મારું દાતરડું, કાન તારી મોરલી જેવાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા રજૂ થયા. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી  જેસલ-તોરલ, ગંગા સતીની પ્રાચીન અમરવાણી પણ આસ્વાદ-રૂપે રજૂ થઈ. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), જગદીશ વાઘેલા - કુલદીપ વાઘેલા (મંજીરા)એ સાથ આપ્યો. સાઉન્ડ સિસ્ટમ શ્રધ્ધા સાઉન્ડ – બહાદુરસિંહ બધેલની હતી. શ્રી સ્તંભતીર્થ વીશા શ્રીમાળી જૈન મંડળ (અમદાવાદ)ની કમિટીએ કલાકારો અને વિશેષ આમંત્રિતોનું સ્મૃતિરૂપે ચાંદીનાં સિક્કાથી અભિવાદન કર્યું હતું. કાર્યક્ર્મને સફ્ળ બનાવવા પિનાકી મેદ્યાણી, જતીનભાઈ દ્યીયા, અભુભાઈ દેસાઈ, ગોવિંદસંગભાઈ ડાભી અને સાથીઓએ જહેમત ઉઠાવી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેદ્યાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.  

 આલેખન  પિનાકી નાનકભાઈ મેદ્યાણી 

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:33 pm IST)