મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

ર૪ મીએ ખેડૂતોનાં ખાતામાં જમા થશે ર૦૦૦

પીએમ મોદી ગોરખપુરથી કરશે યોજનાનું ઉદ્ઘાટન

લખનૌ તા. ૧૧ :.. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહયું છે કે ર૦૦૦ રૂપિયાનો પહેલો હપ્તો કેટલાક ખેડૂતોના ખાતામાં નાખવા માટે ઇલેકટ્રોનીકલી ટ્રાન્સફરનું કલીક બટન દબાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૪ ફેબ્રુઆરીએ ગોરખપુર ખાતેથી કિસાન સન્માન નીધિ યોજનાના શ્રી ગણેશ કરશે.

ગોરખપુરમાં ભાજપા કિસાન મોરચાનો રાષ્ટ્રિય કાર્યક્રમ આયોજીત કરાયો છે. ખેડૂતોની મહારેલીને મોદી સંબોધશે. જયારે પક્ષ પ્રમુખ અમિત શાહ ર૩ ફેબ્રુઆરીએ સંબોધન કરશે. પક્ષના એક નેતા અનુસાર આ કાર્યક્રમમાં પક્ષના લગભગ બધા નેતાઓ હાજર રહેશે.

મળેલા સમાચારો અનુસાર ઉતર પ્રદેશ સરકારે કિસાન સન્માન નિધી યોજનાના પોર્ટલ પર પાત્રતા ધરાવતા ખેડૂતોના નામ યુધ્ધના ધોરણે અપલોડ કરવાના આદેશ આપી દીધા છે.

ર૪ ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના કેટલાક ખેડૂતોને ર૪ ફેબ્રુઆરીએ પ્રથમ હપ્તો મળી જશે. ઉત્તર પ્રદેશમાં આયોજનાના સૌથી વધુ લાભાર્થીઓ છે (આખા દેશના ૧ર કરોડમાંથી ર કરોડ) કેન્દ્રએ રાજયોને આદેશ આપ્યા છે કે યોજનાના નેશનલ પોર્ટલ લાભાર્થીઓના નામ રપ ફેબ્રુઆરી પહેલા અપલોડ કરી દેવા જેથી યોજનાના અમલીકરણમાં સરળતા રહે. (પ-૧૮)

(11:31 am IST)