મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર : નિકલમાં સુધારો : લેડમાં રિકવરી : ઝીંકમાં દબાણ

રાજકોટ,તા.૧૧: બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર થઇ રહયો છે નિકલમાં વધારો સવા ટકા કરતા વધુનો થયો હતો. લેડમાં દિવસ દરમિયાન થોડી રિકવરી જોવા મળી હતી પરંતુ ઝિંકમાં પોણા ટકા કરતા વધુની નરમાશ યથાવત્ રહી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં મેટલના કન્ઝમ્પશન ઘટવાના સંકેત દેખાતા મેટલમાં દબાણ છે. ચીનમાં મેટલનું કન્ઝમ્પશન ઘટવું એ મંદીના સંકેત દર્શાવી રહ્યું છે. સાથે જ જર્મનીમાં પણ ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ ઘટ્યું છે. આ બધાની વચ્ચે રલસનું અનુમાન છે કે ૨૦૧૯માં એલ્યુમિનિયમની માગ વધશે.

(10:05 am IST)