મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

મલેશિયામાં પામ ઓઇલનો સ્ટોક ઘટશે : ઈન્વેટરી ૩ વર્ષના નીચા સ્તરે ગગડશે

ડિસેમ્બરમાં તેનો સ્ટોક ૩૦,૭ લાખ ટનની વિક્રમી સપાટીએ હતો

નવીદિલ્હી,તા.૧૧: રોઇટર્સના સર્વે મુજબ જાન્યુઆરીના અંત સુધીમાં મલેશિયાના પામ ઓઇલના સ્ટોકમાં ૪.૭ ટકાનો ઘટાડો થશે અગાઉના મહિને સ્ટોક ૩૦.૭ લાખ ટનની વિક્રમી સપાટીએ હતો પાછલા નવેમ્બરથી બેન્ચમાર્ક પામ ઓઈલના ભાવમાં સુધારો થવાથી ઈન્વેન્ટરીમાં દ્યટાડો થશે,તેમાં ઘટાડો થઈ ત્રણ વર્ષની નીચી સપાટીએ આવી જશે.

  ડિસેમ્બરમાં સ્ટોકસ વધીને ૩૨.૨ લાખ ટનની સપાટીએ આવી પહોંચ્યો હતો. પામ ઓઇલનું ઉત્પાદન સામાન્ય રીતે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટાડો દર્શાવે છે. વધુમાં મતદાન પણ દર્શાવે છે કે, યુરોપ દેશોની મજબૂત માગ વચ્ચે મલેશિયાના પામ ઓઈલની નિકાસ ડિસેમ્બરમાં ૧૫.૬ લાખ ટનની હતી, જેમાં જાન્યુઆરીમાં ૧૨.૪ ટકાનો વધારો દર્શાવ્યો હતો.

(10:03 am IST)