મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

દેશમાં કઠોળનો પૂરતો જથ્થો આયાત પર પ્રતિબંધ લગાવવા મિલ એસો,ની માંગણી

સ્થાનિક કઠોળ ઉઘોગની સાથે દેશના ખેડૂતોને પણ ફાયદો થશે

નવીદિલ્હી,તા.૧૧: દેશમાં કઠોળ પુરતા પ્રમાણમાં હોવાનો દાવો કરતાઓલ ઇન્ડિયા મિલ એસો,એ માંગણી કરી છે. એસો,એ કહ્યું છે. કે કેન્દ્ર સરકારે આગામી નાણાંકિય વર્ષમાં કઠોળની આયાત પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. એસો,ના પ્રમુખ સુરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે અંદાજો મુજબ સ્થાનિક વપરાશ માટે દર વર્ષે ૨૫૦ લાખ ટન કઠોળની જરૂર પડે છે. દેશમાં થયેલા દાળ-કઠોળના ઉત્પાદન, આયાત અને ખાનગી તથા સરકારી ક્ષેત્રે જુના સ્ટોક દ્વારા આ દાળ-કઠોળની જરૂરીયાતને પુરી કરવા માટે સક્ષમ છીએ,તેથી આગામી નાણાંકીય વર્ષમાં દાળ-કઠોળની આયાત અટકાવી દેવી જોઈએ.

  તેમણે એમ પણ કહ્યું  હતું કે જો કઠોળની આયાતને અટકાવી દેવામાં આવે તો સ્થાનિક કઠોળ ઉઘોગની સાથે દેશના ખેડૂતોને પણ ફાયદો થશે ખેડૂતોને કઠોળની વ્યાજબી કિંમત મળી શકશે, ખાસ કરીને કઠોળની આયાતને કારણે ખેડૂતોને તેમની ઉપજ જેટલી જ રકમથી પણ નીચેના ભાવે વેચવી પડે છે.

 

(10:02 am IST)