મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

ગુર્જર આંદોલનને કારણે પશ્ચિમ રેલવેની 30 જેટલી ટ્રેનો કેન્સલ કરાઈ :25 ટ્રેનો ડાયવર્ટ

જયપુર :ગુર્જર આંદોલનથી પશ્ચિમ રેલવેને માઠી અસર પહોંચી છે. જેમાં 13 ફેબ્રુઆરી સુધીમાં કુલ 30 જેટલી ટ્રેન રદ્દ કરાઈ છે. જ્યારે કે 25 જેટલી ટ્રેનોના રૂટને ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. તો રેલવે દ્વારા વિવિધ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. જે પેસેન્જરે ટિકિટ ખરીદી લીધી છે તેમને રેલવે તંત્ર દ્વારા ટીકીટના રીફન્ડ આપવાની શરૂઆત કરી દેવાઇ છે. આ ઉપરાંત રેલવે દ્વારા 24 કલાક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

(12:00 am IST)