મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

16મી જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન :પીએમ મોદીએ રાજ્ય સરકારો સાથે પૂર્વ તૈયારીની સમીક્ષા અને માર્ગદર્શન બેઠક યોજી

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનને સવિસ્તર આપી: નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ સહિતના જોડાયા

નવી દિલ્હી : દેશભરમાં આગામી 16 જાન્યુઆરી થી શરુ થઇ રહેલા કોરોના  રસીકરણ અભિયાન ની પૂર્વ તૈયારીઓ ની સમીક્ષા તેમજ રાજ્ય સરકારો ને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે નવીદિલ્હીથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકાર ની સજ્જતા અને પૂર્વ તૈયારીઓ ની   માહિતી અને વિગતો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ બેઠકમાં  વડાપ્રધાનને  સવિસ્તર આપી હતી.
નાયબ મુખ્યમંત્રી  નિતીનભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી  પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ  અનિલ મુકીમ અને મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ અગ્ર સચિવઓ અને સચિવો આ બેઠકમાં જોડાયા હતા

(10:02 pm IST)