મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

રસીના એક ડોઝ બાદ પણ સંક્રમણનો ખતરો રહેશે

ચેતજો.. કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ માસ્ક-છ ફુટનું અંતર બનશે બુસ્ટરડોઝ

નવી દિલ્હી, તા. ૧૧ : દેશમાં ૧૬ જાન્યુઆરીએ કોરોના રસીકરણથી અભિયાન શરૂ થયું છે. રસી અંગે કોઇ પણ પ્રકારના સવાલ વિશેષજ્ઞો અને આમ આદમી વચ્ચે ઉઠવા લાગ્યા છે. જયારે સરકાર અને ડોકટર રસીને સંપૂર્ણ રીતે પ્રભાવી માની રહ્યા છે. હાર્વર્ડ મેડીકલ શાળાના મેડીસીન વિભાગના પ્રોફેસર ગેલિટ અલરે તેમના જવાબોથી કેટલાક સવાલ અને શંકાઓનું સમાધાન કર્યું.

વેકસીન હાલમાં ઇમરજન્સી બ્લોકમાં સ્વાસ્થ્ય કર્મીઓ અન્ય જરૂરી લોકો અને વૃદ્ધોને લગાવાના છે. બુસ્ટર ડોઝનો વિકલ્પ હજુ નથી. રસી બનાવતી કંપનીઓ પણ બુસ્ટર ડોઝ અંગે કોઇ પણ બોલ્યા નહીં એવામાં રસી લાગ્યા બાદ માસ્ક અને છ ફુટનું અંતર જરૂરી બુસ્ટર ડોઝ છે.

વેકસીન એક માનકના જણાવ્યા મુજબ તૈયાર હોય છે કોઇ દર્દીને ર૦૦ એમજીની દવા દિવસમાં બે વાર ખાવી પડે છે કેટલાક દર્દીને પ૦૦ એમજીની દવા ર૪ કલાક ખાવી પડે છે. વેકસીનના બે ડોઝ કેટલાક સમયના અંતરાલ પર લગાવવાનો હેતુ તેને અસરદાર બનાવું છે પ્રથમ ડોઝ શરીરને તેના જણાવ્યા મુજબ તૈયાર કરશે અને વાયરસથી લડવા માટે તાલીમ આપશે. બીજો ડોઝ રસીને વધુ તાકાતવર બનાવશે. જેનાથી સુરક્ષા કવચ મજબુત હશે. વિશ્વમાં જે પણ રસીનો પ્રયોગ થઇ રહ્યો છે તેમાં કોઇનું પરિક્ષણ એક અથવા અડધા ડોઝનું થયું નથી. રસીના બે ડોઝ બાદ ૬૦થી ૯પ ટકા અસરકારક મળ્યા છે. જો વિચારી રહ્યા છો કે કોરોનાનો એક ડોઝ લઇને તમે સુરક્ષિત થઇ જશો તો તેમાં કોઇ વૈજ્ઞાનિક તર્ક નથી સંભવ છે કે રસીના એક ડોઝથી શરીરની રોગ પ્રતિરોધક તંત્ર પર અસર જ નહીં પડે અને સંક્રમણનો ખતરો યથાવત રહે.

(3:40 pm IST)