મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

ઠંડીને હરાવવા મીંદડી અને ગલૂડિયાએ કરી સમજૂતી

માણસોની જેમ પશુઓને પણ ઠંડી અસર તો કરતી જ હોયને

નવી દિલ્હી, તા.૧૧: ઠંડીની મોસમમાં ગામડાંઓમાં તેમ જ શહેરમાં રસ્તા પર અનેક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરતા હોય છે. ગરમીથી બચવાનો આ એક શ્રેષ્ઠ ઉપાય છે. માણસોની જેમ પશુઓને પણ ઠંડી અસર તો કરતી જ હોયને, તો તેઓ કેમ પાછળ રહી જાય. તાપણું કરી ગરમાટો મેળવવા માનવો તાપણું કરી રહ્યા હોય ત્યાં પશુઓ બેસીને ઠંડી ભગાવી તો શકે જને. આઇએફએસ અધિકારી સુશાંતા નંદાએ ટ્વિટર પર એક વિડિયો અપલોડ કર્યો છે, જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયો કયાંનો છે એ જાણી શકાયું નથી. વિડિયોમાં એક કૂતરાનું અને બિલાડીનું નાનું બચ્ચું સગડીની સામે બેસીને તાપણાની મજા લઈને ગરમાટો મેળવી રહ્યાં છે. આ વિડિયોને અત્યાર સુધી ત્રણ લાખ કરતાં વધુ વ્યુઝ મળી ચૂકયા છે.

(3:39 pm IST)