મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

ગગનયાન મિશનનું કાઉન્ટડાઉન શરૃઃ કોરોનાના કારણે પ્રોજેકટ રોકાયેલ

ટ્રેનીંગ માટે ટૂંક સમયમાં રશીયા જશે બે ફલાઇટ સર્જન

નવી દિલ્હી,તા. ૧૧: ભારતના મહત્વકાંક્ષી અંતરીક્ષ મિશન ગગનયાનની તૈયારી ફરી જોર-શોરથી શરૂ કરાઇ છે. જલ્દી જ બે ફલાઇટ સર્જન રશીયા રવાના થશે. તેઓ રશીયન સમકક્ષો પાસેથી અંતરીક્ષ ચિકિત્સાના અનુભવો મેળવશે. ઇસરોના અધિકારીઓએ રવિવારેઆ માહિતી આપેલ. જો કે તારીખનો ખુલાસો નથી કરાયો. પણ સંકેત મળ્યા છે કે કોરોના સામે લડી રહેલ દેશ અંતરીક્ષ ઉડાન માટે ઉભો થઇ રહ્યો છે.

ભારતના ફલાઇટ સર્જન ટ્રેનીંગ માટે ફ્રાન્સ પણ જશે. સ્પેસ મેડીસીનમાં ફ્રાન્સને મહારથ હાંસલ છે. માનવ મિશન ગગનયાનમાં જ યાત્રીઓને અંતરીક્ષમાં મોકલાશે. જેના ઉપર વિશ્વ આખાની નજર ટકેલી છે. પહેલા બે માનવ રહિત મિશન અંતરીક્ષમાં મોકલાયા છે. મહિલા રોબોટ વ્યોમમિત્રાની અંતરીક્ષ યાત્રા પણ તેનો ભાગ છે. અંતરીક્ષમાં માનવ શરીરના ક્રિયાઓનું અધ્યયન થશે.

ફલાઇટ સર્જન વાયુસેનાના ચુંટાયેલા ડોકટર છે. જે એરોસ્પેસ મેડીસીન વિશેષજ્ઞ છે. સમગ્ર મિશમાં અંતરીક્ષ યાત્રીઓના સ્વાસ્થ્યની જવાબદારી તેમના ઉપર રહેશે. ગાગરિન રિસર્ચ એન્ડ ટેસ્ટ કોસ્મોનોટ ટ્રેનીંગ સેન્ટરમાં પ્રશિક્ષણ લઇ રહેલ વાયુસેના ૪ પાયલોટ સાથે તેમને પણ ટ્રેનીંગ અપાશે.

(3:38 pm IST)