મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

ક્રોસ સબસિડી બની શકે છે સારા સ્વાસ્થ્યની સીડી

 નવી દિલ્હીઃ દેશની આઝાદીના ૭૦ દાયકા થયા કેટલીય યોજનાઓ માત્ર કાગળ પર રહી તો કેટલીય યોજનાઓની રાહ જોવાતી રહી પરંતુ આજની તારીખે પણ લોકો સ્વાસ્થ્યને લગતી યોજનાઓની હજુ રાહ જોઈ રહ્યા છે કે બીજા વિકાસશીલ કે વિકસિત રાષ્ટ્ર જેવી હેલ્થની સુવિધાઓ ભારતમાં ક્યારે મળશે? સ્વાસ્થ્યને લગતી સેવાઓ માટે અત્યારસુધી જે કઈ કામ થયું છે માત્ર મલમ પટ્ટી જેવુ જ કામ થયું છે તેમ કહીએ તો પણ ખોટું નથી.

  દવાઓ અને આની બીજી રીતે આપણે ઘણી પ્રગતિ કરી ચૂક્યા છીએ પરંતુ કેટલીક બીમારીઓથી બચાવ માટેની પધ્ધતિ માટે આપણે ખૂબ પાછળ રહી ગયા છીએ. આજે પણ ૬૦ થી ૭૦%ની વસ્તી હેલ્થની સુવિધાથી વંચિત છે. ૮૦% નિષ્ણાતો શહેરોમાં જ છે જેમથી કોઈ ગામડે કે રૂરલ એરિયામાં જઈને સેવા આપવા માગતા જ નથી કારણ કે રૂરલ વિસ્તારમાં તેની પ્રેકિટસ તો ચાલે પરંતુ જે લાઇફસ્ટાઇલ તેમણે જોઈએ છે તે બધી તેમણે શહેરો સિવાય બીજે મળી શકે તેમ નથી આ જ કારણે ગામડાના લોકોને હેલ્થની સુવિધા માટે શહેરો તરફ આવવું પડે છે. સરકારી સ્વસ્થ્યની સુવિધા પણ ગામડે જોઈએ તેવી મળી નથી શકતી.

 આ સમસ્યાના નિવારણ માટે જો ક્રોસ સબસિડી મોડલનો આધાર લેવામાં આવે તો  આ સ્થિતિ નિવારી શકાય તેમ છે. સારા સ્વાસ્થ્યની સુવિધા મેળવવી દરેક નાગરિકનો અધિકાર છે. શ્રેષ્ઠ સુવિધા મેળવવા માટે આઉટર્સોસિંગનો પણ ઉપયોગ થવો જોઈએ, હવે રૂર્બન કોન્સેપટને દ્જ્યને રાખીને નવી નીતિઓ બનાવવામાં આવે તો તે વધુ હિતાવહ છે. ગામડામાં સારી સુવિધા મળે તે પણ ખૂબ જરૂરી છે. ગામડાઓમા પણ સારી શાળા, સારી સુપર માર્કેટ, સારી સરકારી સુવિધાઓ મળે તે માટે સ્થાનિક અને ગ્રામીણ વિકાસના મોડેલને એપ્લાય કરવામાં આવે તે જરૂરી છે. સાર્વજનિક ખાનગી ભાગીદારી  એટ્લે કે પીપીપી યોજનાઓ પણ અમલમાં આવે તે જરૂરી છે. પીપીપી મોડલ અંતર્ગત ચિકિત્સાની સેવાઓ વધુ સુદ્રઢ બની શકે તેમ છે. અને નવા લોકોને પણ તેમાં રોજગારીની તકો ઊભી કરી શકે તેમ છે.

તૃતિય સ્તરની સ્વાસ્થ્ય સેવાનો અભાવ

 સાર્વજનિક ક્ષેત્રમાં પ્રાથમિક અને સેકન્ડરી તેમજ તૃતીય સ્તરની સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ જોવા મળે છે. ખાનગી ક્ષેત્રમાં આ સેવાનો લાભ વધુ સારીરીતે મળી શકે તે માટે ક્રોસ સબસિડી મોડેલ અંતગત સાર્વભૌમત્વ સ્વાસ્થ્યની સેવાઓ મળે તે માટે વધુ કામ લેવામાં આવે તે હિતાવહ છે.

(3:38 pm IST)