મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

એક તીર બે નિશાન

કોરોના વાયરસની એમઆરએનએ રસી કેન્સરના ઇલાજમાં પણ ફાયદાકારક

આરએનએ થેરેપી ટયુમર સેલને મારવામાં કારગત હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

નવી દિલ્હી,તા. ૧૧: કોરોના વાયરસ વિરૂધ્ધ બનાવાયેલ એમઆરએનએ રસી કેન્સરના ઇલાજના પણ અત્યંત કારગત સાબિત થઇ શકે છે. રિસર્ચના પરિણામોના આધાર પર વૈજ્ઞાનિકોનો દાવો છે કે આરએનએ રીતે કેન્સરના કોષોને મારવામાં અને તેને વિકસીત થતા રોકવામાં સક્ષમ થઇ શકે છે.

જોઆરએનએ થેરેપી સફળ થશે તો તે કેન્સરની અન્ય સારવારની પધ્ધતિઓમાં સૌથી સુરક્ષિત હશે. તે શરીરની રોગ પ્રતિકારક શકિત વધારશે. તેનાથી શરીરમાં કોઇ સંક્રમણ નહીં થાય. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ અનુસાર દર વર્ષે કેન્સરથી ૭.૮૪ લાખ લોકોના મોત થાય છે. આશા છે કે આના દ્વારા તેમના જીવન બચાવી શકાશે.

આ ટેકનીકથી બનેલી કોરોના રસી ૯૦ ટકા સુધી અસરકારક છે. કેન્સરના ઇલાજમાં થેરેપી દ્વારા કોષોમાં પ્રોટીનને નિયંત્રિત કરવામાં આવશે. તેનાથી શરીરનું મેટાબોલીઝમ સંતુલિત થશે. કેન્સરના કોષો મેટાબોલીઝને અનિયંત્રિત કરે છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક શકિત નબળી પડે છે. આ થેરેપીથી કોષોમાં આરએનએ મજબુત થાય છે. જે મેટાબોલીઝમને વધારે છે.

સ્વદેશી રસી કોવેકસીન, ફાઇઝર અને મોડર્નાની રસીઓ પણ આરએનએ ટેકનીકથી બનેલી છે.

(3:37 pm IST)