મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

૧૮૮૧ માં રામકૃષ્ણ પરમહંસ સાથેની મુલાકાત બાદ નરેન્દ્રનાથ બન્યા 'વિવેકાનંદ'

સ્વામી વિવેકાનંદની આવતી કાલે ૧૫૭ મી જન્મ-જયંતિ : 'ઉઠો-જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' : નરેન્દ્રનાથે રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછ્યો કે શું તમે ઈશ્વરમાં માનો છો ગુરૂદેવ? તેમણે જવાબ આપ્યો હા... ફરીથી સવાલ થયો તમે તે પૂરવાર કરી શકો ગુરૂદેવ? તો ફરીથી જવાબ મળ્યો હા, કઈ રીતે? કારણ કે હું તને જોઈ શકુ તે જ રીતે તેમને જોઈ શકુ છું... બસ માત્ર આ જવાબથી જ નરેન્દ્રનાથ તેમનાથી અભિભૂત થઈ ગયા હતા : પોતાના જ્ઞાનના વિકાસ માટે સદા માતાના ઋણી માનતા વિવેકાનંદજી : ૧૮૯૭ માં રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી : અમેરીકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું નામ ગુંજતુ કર્યુ હતું

(જીતેંદ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા.૧૧ :   રામકૃષ્ણ પરમહંસ ના પરમ ભકત અને રામકૃષ્ણ મઠ અને મિશન ના સ્થાપક વિવેકાનંદ જી ની આવતી કાલે કે એટલે કે ૧૨ મી જાન્યુઆરી  ૨૦૨૧ના રોજ ૧૫૭ મી જન્મ જયંતિ છે

    આ વેળાએ તેમને નજીક થી જોઈએ તો.૧૨ મી જાન્યુઆરી  ૧૮૬૩ ના રોજ કલકત્ત્।ા ખાતે સિમલાપાલ્લી  માં વિશ્વનાથ દત્ત્। અને ભુવનેશ્વરી દેવી ને ત્યાં જન્મ નામ પડાયું 'નરેન્દ્ર નાથ'.

કહેવાય છે કે ભુવનેશ્વરી દેવી અતિ ધાર્મિક અને ખુબ જ પવિત્ર હતા અને તેઓ પુત્ર રત્નના પ્રાપ્તિ માટે વારાણસી સ્તિથ વીરેશ્વર 'શિવ' ની આરાધના કરતા હતા એક રાત્રીએ તેમને સ્વપ્ન આવ્યું હતું જેમાં તેમને એવું દેખાયું હતું કે જાણે ભગવાન શિવે તેમને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તર્રીકે જન્મ લેશે.

માતા નો ધાર્મિક સ્વભાવ અને પિતા નો બૌદ્ઘિક દિમાગ ની અસર હેઠળ નરેન્દ્રનાથનો ઉછેર  થવા લાગ્યો પ્રારંભે નરેન્દ્રનાથે ઘરેથી અભ્યાસ શરૂ કાર્ય બાદ તેઓ ૧૮૭૧ના વર્ષમાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્થા માં દાખલ થયા હતા સન ૧૮૮૦ મી કલકત્ત્।ા ખાતે  પ્રેસિડેંસી કોલેજ અને ત્યાર બાદ સ્કોટિશ ચર્ચ કોલેજમાં એડમિશન લઇ અભ્યાસ આગળ ધપાવ્યો ૧૮૮૧ માં તેમણે  લલિત કલા ની પરીક્ષા પાસ કરી હતી તો ૧૮૮૪ માં તેમણે  વિનયન સ્નાતક ની પરીક્ષા પાસ કરી હતી આ દરમ્યાન પાશ્યાત્ય તર્ક શાસ્ત્ર તેમજ યુરોપ ના રાષ્ટ્રો ના ઇતિહાસ નો અભ્યાસ કર્યો હતો આ સમય ગાળા દરમ્યાન નરેન્દ્રનાથ અનેક વિદ્વાન અને નામાંકિત એવા પ્રોફેસરો ના સંપર્ક માં આવ્યા અતિ વાંચન કર્યું છતાં પણ તેમને જાણે કંઈક ખૂટતું હતું આ દરમ્યાન સાહિત્ય ના એક વર્ગ માં આચાર્ય હેસ્ટિન એ એક કવિતા અને તેના ગૂઢવાદ  પર પ્રવચન કરતા સાંભળ્યા અને આ કવિતામાં આવતા સમાધિ શબ્દ ને સમજાવતી વખતે હષ્ટિને પોતાના  વિદ્યાર્થીઓ ને કહ્યું હતું કે તેઓ જો આ શબ્દ નો સાચો અર્થ સમજવા માંગતા હોઈ તો તેમણે દક્ષિણેશ્વર ના રામકૃષ્ણ ને મળવું જોઈએ.

જેને પગલે નરેન્દ્રનાથ રામકૃષ્ણ ને મળવા પ્રેરાયા ૧૮૮૧ ના નવેમ્બર માસ માં નરેન્દ્રનાથ ની રામકૃષ્ણ પરમહંસ સાથે થઇ મુલાકાત અને એમના જીવન માં આવ્યો એક વણાંક...નરેન્દ્રનાથે રામકૃષ્ણ પરમહંસને એક પ્રશ્ન પૂછ્યો 'શું  તમે ઈશ્વર માં માનો છો ગુરુદેવ..?' તેમણે જવાબ આપ્યો 'હા'ફરી સવાલ થયો 'તમે તે પુરવાર કરી શકો ,ગુરુદેવ..? ફરી જવાબ મળ્યો  હા, કઈ રીતે..? કારણ કે હું તને જોઈ શકું તે જ રીતે તેમને જોઈ શકું છું કે વધારે તીવ્રતા થી.. બસ માત્ર આ જવાબ થી જ નરેન્દ્રનાથ તેમના થી અભિભૂત થઇ ગયા હતા પછી તો નરેન્દ્રનાથ દરરોજ તેમની પાસે જવા લાગ્યા.

જોકે શરૂઆતમાં તો નરેન્દ્રનાથે રામકૃષ્ણ ને તેમના ગુરુ તરીકે નોતા સ્વીકાર્યા એટલુંજ નહિ તેમના વિચારો સામે પણ બળવો પોકાર્યો હતો તેમણે રામકૃષ્ણ ની વારંવાર પરીક્ષા પણ લીધી રામકૃષ્ણએ પણ નરેન્દ્રનાથની તમામ દલીલો અને પરીક્ષણો નો ધીરજ પૂર્વક સામનો કર્યો રામકૃષ્ણ પરમહંસ ના માર્ગદર્શન હેઠળ નરેન્દ્રનાથ ની તાલીમ ને પાંચ વર્ષ પુરા થવા આવ્યા અને આ સમય દરમ્યાન નરેન્દ્રનાથે હૃદય પૂર્વક રામકૃષ્ણ પરમહંસને ગુરુ તરીકે સ્વીકાર્યા.

સમય આગળ સરકતો ગયો રામકૃષ્ણ ની તબિયત નાદુરસ્ત રહેતા તેઓ કલકત્ત્।ા રહેવા ચાલ્યા ગયા હતા પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ નરેન્દ્રનાથનું આધ્યાત્મિક જીવન ચાલુ જ રહ્યું ૧૬મી ઓગષ્ટ ૧૮૮૬  ના રોજ કોસીપોરના ગાર્ડન હાઉસમાં રામકૃષ્ણ પરમહંસનું અવસાન થયું .. તેમના અનુયાયીનોના જણાવ્યા અનુસાર તેમણે મહાસમાધિ લીધી હતી.

 ૧૮૮૭ના વર્ષમાં નરેન્દ્રનાથે સ્વામી વિવેકાનંદ નામ અપનાવ્યું અને એક મઠ ની સ્થાપના કરી બીજા જ વર્ષે એટલે કે ૧૮૮૮ માં વિવેકાનંદે મઠ છોડી  પરિવ્રાજક બન્યા..'પરિવ્રાજક' એટલે કોઈ પણ નિશ્ચિત ઘર વિનાનાં,સંબંધો વિનીના, સ્વતંત્ર અને અજાણ્યા ની જેમ ભ્રમણ કરતા સાધુ નું હિન્દૂ ધાર્મિક જીવનઙ્ખ  સદા તેમની સાથે હોઈ કમંડલ  તથા તેમના

બે પ્રિય પુસ્તકો ભગવત ગીતા અને ઇમિટેશન ઓફ ક્રાઈષ્ટ પાંચ વર્ષ સુધી વિવેકાનંદ ચારેય ખૂણાનો પ્રવાસ ખેડ્યો ..અનેક વિદ્વાનોને મળ્યા મોટાભાગનો સમય તેઓ ધ્યાન માં વિતાવતા કન્યાકુમારી હોઈ કે મદુરાઈ ગુજરાત હોઈ કે દિલ્હી રાજસ્થાન હોઈ કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ હોઈ કે બેંગ્લોર દેશ નો મોટા ભાગનો વિસ્તાર ખૂંદી નાખ્યો.

 તેમણે ચીન,જાપાન અને કેનેડા નો પ્રવાસ પૂર્ણ કાર્ય બાદ જુલાઈ ૧૮૯૩ માં શિકાગો આવ્યા પરંતુ અહીં અધિકૃત સંગઠન ની સત્ત્।ાવાર ઓણખાણ વિના કોઈ પણ વ્યકિત ને આ ધર્મો ની સંસદ માં પ્રતિનિધિ તરીકે સ્વીકારવવામાં આવશે નહિ તે જાણી તેઓ નિરાશ થયા પરંતુ પ્રોફેસર જોહન હેનરી રાઈટ ના પ્રયત્ન થી ધર્મો ની આ સંસદ માં એન્ટ્રી મળી    ૧૧  સપ્ટેમ્બર ૧૮૯૩ ના રોજ શિકાગો ના આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ધર્મ સંસદ ની શરૂઆત થઇ આ પરિષદ માં સ્વામી જી એ પ્રવચન ના પ્રારંભે 'ભાઈઓ તથા બેહનો' ના સંબોધન થી જ સૌ ના દિલ જીતી લીધા તેમના ટૂંકા પરંતુ સચોટ અને અસરકારક વકતવ્ય ને પગલે સૌ કોઈ દંગ  રહી ગયા અને ભારતનું નામ ગુંજતું કર્યું.. ત્યાં ના તમામ અખબારોએ વિવિધ બિરુદ આપી નરેન્દ્રનાથને બિરદાવ્યા.

ત્યાર બાદ ૧ના ૧૮૯૭ ના રોજ કલકત્ત્।ા ખાતે વિવેકાનંદે ધર્મ ના પ્રચાર માટે  રામકૃષ્ણ મઠ નામની  સંસ્થા અને વિશેષ સેવા માટે રામકૃષ્ણ મિશન સંસ્થા ની સ્થાપના કરી શેક્ષણિક ,સાંસ્કૃતિક ,તબીબી સાહતી ના રાહત કર્યો નું અભ્યાન આગળ ધપાવતા જ ગયા ૧૮૯૯ માં તેઓ ફરી એક વાર ઇંગ્લેન્ડ અમેરિકા ન્યૂ યોર્ક સહીત પશ્ચિમ ની મુલાકાતે ગયા ત્યાર બાદ ૯મી ડિસેમ્બર ૧૯૦૦ માં તેઓ બેલુર મઠ ખાતે પરત આવ્યા બસ ત્યાર થી લઇ છેવટ સુધી તેઓ બેલુર મઠમાં જ રોકાયા હજારો મુલાકાતીઓ તેમને મળવા આવતા આખરે ૪થી જુલાઈ ૧૯૦૨ ના રોજ ધ્યાનાવસ્થા માં વિવેકાનંદજીનું અવસાન થયું હતું  તેમને અનુયાયીઓ ના મતે મહાસમાધિ હતી.

 આવતી કાલે એટલે કે ૧૨ મી જાન્યુવરી ૨૦૨૧ ના રોજ સ્વામી વિવેકાનંદ ની ૧૫૭ મી જન્મ જયંતિ છે આજે પણ તેમના આપેલા ઉપદેશો એટલા જ ઉપયોગી થઈ પડ્યા છે તેમણે આપેલો જીવન મંત્ર લાખો  લોકોએ અપનાવ્યો છે તેમણે ભાર પૂર્વક કહ્યું હતું કે 'ઉઠો,ભાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.'

(3:36 pm IST)