મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

નોર્થ પોલ ક્રોસ કરી બેંગલોર પહોંચી એર ઇન્ડિયાની ફલાઇટ : મહિલા પાઇલટે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી તા. ૧૧ : એર ઈન્ડિયાની મહિલા પાઈલટની એક ટીમે દુનિયાના સૌથી લાંબા હવાઈ માર્ગ ઉત્ત્।રી ધ્રુવ પર ઉડાન ભરીને ઈતિહાસ રચ્યો છે. અમેરિકાના સેન ફ્રાંસિસ્કો શહેરમાં ઉડાન ભરીને આ ટીમ નોર્થ પોલ થઈને બેંગલોર પહોંચી છે. આ દરમ્યાન લગભગ ૧૬,૦૦૦ કિલોમીટરની યાત્રા નક્કી કરાઈ હતી. આને લઈને લોકોમાં ખાસ ઉત્સાહ રહ્યો. લોકેશનની જાણકારી એર ઈન્ડિયા પોતાના ટ્વિટર હેંડલ પર સમયાંતરે આપી રહ્યા છે.

જોકે હાલમાં વિમાન નોર્થ પોલ પરથી પસાર થઈને ભારત પહોંચી ચૂકયું છે. આ ફલાઈટ નોર્થ પોલ પરથી પસાર થયું અને એટલાન્ટિંક માર્થી બેંગલોર એરપોર્ટ પર પહોંચી હતી. તમને જણાવી દઈએ કે કેપ્ટન જોયા અગ્રવાલ આ ઐતિહાસિક ઉડાણનું નેતૃત્વ કરી રહી છે, જયારે બીજી તરફ કો પાયલટ રીતે કેપ્ટન પાપાગરી તનમઈ, કેપ્ટન શિવાની અને કેપ્ટન સોનવરે છે.

એર ઈન્ડિયા એ ટ્વિટ કરીને જાણકારી આપી કે વેલકમ હોમ અમને તમારા બધા (મહિલા પાયલોટ) પર ગર્વ છે. અમે AI176ના પેસન્જર્સને પણ શુભેચ્છા પાઠવીએ છીએ કે જે આ ઐતિહાસીક ક્ષણની મુસાફરીના સાક્ષી બન્યા છે.

ઉડાન ભર્યા પહેલા કેપ્ટન ઝોયાએ જણાવ્યું કે, ધ્રુવિય ઉડાન પહેલીવાર ભરવામાં આવી છે. પરંતુ આ પહેલી વાર છે જયારે અમારી પાસે ચાલક દળમાં મહિલાઓ હતી. ભારતની દિકરીઓ અમેરિકાની સિલિકોન વેલીથી ભારતની સિલિકોન વેલી સુધી ઉડાન ભરી.

ત્યારે સન ફ્રાંસિસ્કોથી વિમાને ઉડાન ભરી તે બાદ હરદીપ પૂરીએ ટ્વિટ કર્યું કે, કોકપિટમાં પ્રોફેશનલ, પ્રતિભાશાળી અને વિશ્વાસપાત્ર મહિલા પાઇલટ્સ એર ઇન્ડિયાના વિમાનમાં સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર આવી હતી. તે ઉત્તર ધ્રુવમાંથી પસાર થશે. આપણી સ્ત્રી શકિતએ ઔતિહાસિક સિદ્ઘિ હાંસલ કરી છે. અન્ય એક ટ્વિટમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ લખ્યું છે કે, સન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર સુધીના આ ઔતિહાસિક પ્રવાસ મહિલા પાઇલટ્સને કારણે વંદે ભારત મિશનને વધુ વિશેષ બનાવે છે. આ મિશન દ્વારા અત્યાર સુધીમાં ૪૬.૫ લાખ લોકોને આંતરરાષ્ટ્રીય મુસાફરીની સુવિધા આપવામાં આવી છે. હાલમાં, વિમાન ઉત્ત્।ર ધ્રુવ ક્રોસ કર્યા પછી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું છે.

ભૂતકાળમાં એર ઇન્ડિયાના પાઇલટ્સ પણ ધ્રુવીય માર્ગ પર ઉડાન ભરી ચૂકયા છે, પરંતુ આ પહેલીવાર છે જયારે કોઈ મહિલા પાઇલટ ટીમ ઉત્તર ધ્રુવ તરફ રવાના થઈ છે. એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તર ધ્રુવમાં ઉડાન અત્યંત પડકારજનક છે અને એરલાઇન કંપનીઓ આ માર્ગ પર તેમના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી પાઇલટ્સને મોકલે છે. આ વખતે એર ઇન્ડિયાએ સન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર સુધીના ધ્રુવીય માર્ગ દ્વારા મુસાફરી કરવાની મહિલા કેપ્ટનની જવાબદારી સોંપી છે.

(10:10 am IST)