માંડ માંડ બચ્યો શોએબ મલિકની કારનું અકસ્માતઃ રોડ પર ઉભા રહેલા ટ્રકમાં ધસી ગઇ
લાહોર,તા. ૧૧: પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની કારનું અકસ્માત થયું હોવાનું સામે આવ્યું છે. રોડ પર ઊભા રહેલા ટ્રકમાં મલિકની કાર ધસી ગઈ હતી, આ અકસ્માતમાં પાકિસ્તાની ક્રિકેટર સુરક્ષિત છે. જોકે તેની કારના ભુક્કા બોલાઈ ગયા હતા. શોએબ મલિક ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો પતિ છે.
લાહોરના નેશનલ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર (એનએચપીસી) પાસે એક રેસ્ટોરાં નજીક એક ટ્રક રસ્તા પર હતો ત્યારે શોએબ મલિકની સ્પોર્ટ્સ કાર તેમા ધસી ગઈ હતી. સ્પોર્ટ્સ કારના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા. આ દ્યટના અંગે શોએબ મલિક કે તેની ટીમ તરફથી કોઈ સત્ત્।ાવાર નિવેદન બહાર પાડવામા આવ્યું નથી. એક અહેવાલ અનુસાર, આ દ્યટનાને નજરે જોનારા એક વ્યકિતએ જણાવ્યું કે- ક્રિકેટરની સ્પોર્ટ્સ કાર એનએચપીસીથી દ્યણી ઝડપે આવી રહી હતી પરંતુ તે નિયંત્રણમાં નહોતી, જેના કારણે તે લપસી અને ટ્રકમાં ધસી ગઈ.