મુખ્ય સમાચાર
News of Saturday, 11th January 2020

વિશ્વમાં જાપાનનો પાસપોર્ટ સૌથી પાવરફુલઃ ભારત યાદીમાં ૮૪ મા નંબરેઃ પાકિસ્તાન સૌથી નીચલા પસાપોર્ટની યાદીમાં ચોથા સ્થાને

નવી દિલ્હી તા. ૧૦ :.. વર્ષ ર૦ર૦ માં વિશ્વના પાવરફુલ પાસપોર્ટની યાદીમાં ભારતીય પાસપોર્ટ નીચે આવીને ૮૪ માં સ્થાન પર પહોંચી ગયો છે. ભારતીય પાસપોર્ટ ધારકને વિશ્વના પ૮ દેશોમાં વીઝા વગર પ્રવેશ મળી શકે છે. એક નવા રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. મોસ્ટ પાવરફુલ પાસપોર્ટની યાદીમાં જાપાન પ્રથમ સ્થાન પર, જયારે પાકિસ્તાન સૌથી નિચલા પાસપોર્ટની યાદીમાં ચોથા સ્થાન પર છે.

આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન (IATA)ના આંકડા પ્રમાણે, હેનલે એન્ડ પાર્ટનર્સે પાસપોર્ટ ઇન્ડેકસ જારી કર્યો છે, જેમાં દેશોની રેન્કિંગ તે આધાર પર કરવામાં આવી છે કે પાસપોર્ટ ધારકને વીજા વગર કેટલાક દેશમાં એન્ટ્રી મળી શકે છે.

આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન (IATA)ના આંકડા પ્રમાણે હેનલે એન્ડ પાર્ટનર્સ એન્ડ ઇન્ડેકસ જારી કર્યો છે, જેમાં દેશોની રેન્કિંગના આધાર પર કરવામાં આવી છે કે પાસપોર્ટધારકને વીઝા વગર કેટલાક દેશમાં એન્ટ્રી મળી શકે છે.

વર્લ્ડ મોસ્ટ પાવરફુલ પાસપોર્ટની યાદીમાં જાપાન પ્રથમ સ્થાને યથાવત છે અને જાપાની પાસપોર્ટની સાથે ૧૯૧ દેશોમાં વીઝા વગર યાત્રા કરી શકાય છે.

ભારતનું રેન્કિંગ

હેનલે પાસપોર્ટ ઇન્ડેકસ ર૦ર૦ ના રીપોર્ટ પ્રમાણે, આ વર્ષે ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં બે સ્થાનનો ઘટાડો થયો છે અને તે પાછલા વર્ષના ૮ર સ્થાનના મુકાબલે ૮૪ માં સ્થાને પહોંચી ગયું છે.

અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી નિચલા સ્થાને છે, જયારે પાકિસ્તાનનો પાસપોર્ટ નિચલા સ્થાનમાં ચોથા ક્રમે છે.

ભારતીય પાસપોર્ટ ધારક ભૂટાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મકાઉ, માલદીવ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેડ, કેન્યા, મોરિશસ, સેશેલ્સ, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, ઇરાન તથા કતર સહિત પ૮ દેશોમાં વીઝા વગર યાત્રા કરી શકે છે. પરંતુ કેટલાક દેશોમાં વીઝા ઓન અરાઇવલની જરૂર પડી શકે છે.
 

(5:42 pm IST)