મુખ્ય સમાચાર
News of Friday, 9th December 2022

વિદ્યાર્થીઓનો બુરખો પહેરીને કર્યો ડાન્સ :વીડિયો વાયરલ: કોલેજના પ્રશાસને સસ્પેન્ડ કરી દીધા

કર્ણાટકના મેંગલુરુની એક એન્જિનિયરિંગ કોલેજ પ્રશાસન દ્વારા કાર્યક્રમનું આયોજન:વિદ્યાર્થીઓ સ્ટેજ પર ચઢી ગયા અને ડાન્સ કરવા લાગ્યા

નવી દિલ્હી :એન્જિનિયરિંગના કેટલાક વિદ્યાર્થીઓને બુરખો પહેરીને આઈટમ સોંગ પર ડાન્સ કરવો ભારે પડ્યો હતો. વિદ્યાર્થીઓ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ કોલેજ પ્રશાસને તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલો કર્ણાટકના મેંગલુરુ શહેરની એક એન્જિનિયરિંગ કોલેજનો છે. કોલેજ પ્રશાસન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. જે બાદ વિદ્યાર્થીઓ સ્ટેજ પર ચઢી ગયા અને ડાન્સ કરવા લાગ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટના મેંગલુરુની સેન્ટ જોસેફ એન્જિનિયરિંગ કોલેજની છે. કોલેજ પ્રશાસનનું કહેવું છે કે, એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક બુરખા પહેરેલા વિદ્યાર્થીઓએ સ્ટેજ પર ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યો હતો. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. આ ડાન્સને અયોગ્ય અને વાંધાજનક કહેવાનું શરૂ કર્યું હતું.

કોલેજ મેનેજમેન્ટે આ મામલે તપાસ કર્યા બાદ ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. કોલેજના પ્રિન્સિપાલ રિયો ડિસોઝાએ કહ્યું કે, મેનેજમેન્ટે મુસ્લિમ સમુદાયના ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
અહેવાલો અનુસાર, આ ઘટના બુધવારે સાંજે કોલેજમાં વિદ્યાર્થી સંઘના ઉદ્ઘાટન પ્રસંગે થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઘણા લોકોએ તેને મુસ્લિમ મહિલાઓના પરંપરાગત પહેરવેશની મજાક ગણાવી હતી.

(12:38 am IST)