મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

શ્રીલંકાથી આવેલ ૧ લાખથી વધારે તમિલોને સરકાર નાગરિકતા આપેઃ આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકરની માંગણી

        આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકરએ નાગરિકતા સંશોધન વિધેયક લોકસભાથી પસાર થયા પછી કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે શ્રીલંકાથી આવેલ ૧ લાખથી વધુ તમિલ શરણાર્થીઓને નાગરિકતા આપે.

        બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલ હિન્દુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇશાઇ શરણાર્થીઓને નાગરિકતા આપવાનું પ્રાવધાન છે.

        મુસ્લિમ શરણાર્થીઓને બહાર રાખવા પર બીલનો વિરોધ થઇ રહ્યો છે.

(10:49 pm IST)