મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

મહિલાએ કોલકતામા ડોકટરને ઘરે બોલાવ્‍યા, ધરાર કપડા ઉતરાવી ફોટો લીધોઃ માંગ્‍યા રૂ.૧૦ લાખ

       કોલકતા પોલીસએ કાશ્‍મીરી ડોકટરને બ્‍લેકમેલ કરી રૂ.૧૦ લાખ માંગવાની કોશિષ કરવાના આરોપસર એક મહિલા સહિત ૪ લોકોની ધરપકડ કરી છે.

        પોલીસએ કહ્યું મહિલાએ ચેક-અપ ના બહાને ડોકટરને ઘરે બોલાવ્‍યા હતા જે પછી ૩ લોકો નકલી પોલીસ કર્મી. બની ત્‍યાં પહોંચ્‍યા અને ડોકટરના કપડા ઉતરાવી મહિલાની સાથે ફોટો લઇ લીધો હતો.

        ડોકટરનો ફોટો સોશ્‍યલ મીડિયા પર પોષ્‍ટ કરવાની ધમકી આપવામા આવી હતી. જયારે ડોકટર આરોપીઓને પૈસા આપવા પહોંચ્‍યા ત્‍યારે બે આરોપીઓની ધરપકડ થઇ.

(10:09 pm IST)