મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

યુ.એસ.ના બેલિંગહામમાં શીખ અમેરિકન ઉબર ડ્રાઇવર ઉપર વંશીય હુમલોઃ આરોપી ઉપર હેટ ક્રાઇમ લગાવવા શીખ કોલીશનની તૈયારી

વોશીંગ્ટનઃ યુ.એસ.સ્થિત શીખ અમેરિકન ઉબર ડ્રાઇવર ઉપર બેલિંગહામ, વોશીંગ્ટન મુકામે વંશીય હુમલો થયાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ પ ડિસેં.ના રોજ ઉબર વાનમાં બેઠેલા એક પેસેન્જરે વાનના શીખ ડ્રાઇવરને તેના વર્ણ,પાઘડી, દાઢી સહિતના દેખાવો વિષે ટીકા કરી હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો.

ડ્રાઇવરને શીખ સંગઠન દ્વારા કાયદાકીય મદદ કરાશે તથા હુમલાખોર ઉપર હેટ ક્રાઇમ આરોપ લગાવાશે તેવું શીખ કોલીશનના લીગલ ડીરકેટર સુશ્રી અમરિત કૌરએ જણાવ્યું હતું. જેમણે આરોપીને પકડી પાડવા તથા આ કિસ્સામાં મદદરૂપ થવા બદલ બેલિંગહામ પોલીસ ડીપાર્ટમેન્ટનો આભાર માન્યો હતો.

(10:34 pm IST)