મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

સરકાર કેટલાક સવાલના જવાબ નહીં આપે ત્યાં સુધી CAB બિલને ટેકો નહીં આપીએ : શિવસેના

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કોઈ અસહમત હોય તે દેશદ્રોહી હોય છે તેવો ભાજપને ભ્રમ છે.

નવી દિલ્હી : લોકસભામાં નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કરનાર શિવસેનાએ હવે મોદી સરકારની નિયતી ઉપર સવાલ ઉઠાવ્યા છે  શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે  કહ્યું છે કે અમે નાગરિકતા સંશોધન બિલ પર આગળ ત્યાં સુધી સરકારનું સમર્થન નહીં કરીએ જ્યાં સુધી અમારા સવાલોના જવાબ ના મળી જાય.

 

  ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જે કોઈ અસહમત હોય છે, તે દેશદ્રોહી હોય છે. તે બીજેપીનો ભ્રમ છે. આ એક ભ્રમ છે કે ફક્ત બીજેપીને જ દેશની ચિંતા છે. અમે રાજ્યસભામાં નાગરિકતા સંશોધનમાં કેટલાક ફેરફારની સલાહ આપી છે. અમે ઇચ્છીએ છીએ કે રાજ્યસભામાં તેને ગંભીરતાથી લેવામાં આવે. સરકારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે શરણાર્થી ક્યાં રહેશે? કયા રાજ્યમાં રહેશે?

મહારાષ્ટ્રના સીએમે કહ્યું હતું કે શિવસેના કોઈને સારું કે ખરાબ લગાડવા માટે કશું કરતી નથી. અમારા માટે દેશ સૌથી આગળ છે. નાગરિકતા બિલને લઈને સોમવારે જ અમે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી. શિવસેનાએ લોકસભામાં બિલના સમર્થનમાં વોટ કર્યો હતો. ઘુસણખોરોને બહાર કરવો જ અમારી પ્રમુખ ભૂમિકા રહી છે. શિવસેનાએ કયો સ્ટેન્ડ લેવો એ કોઈને બતાવવાની જરુરત નથી.

(8:08 pm IST)