મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

ટવીટર ઉપર મોદીનું વિજયી ટવીટ ર૦૧૯ ગોલ્ડન ટવીટઃ # ચંદ્રયાન-ર પણ હિટ રહયું

ટવીટર ઇન્ડીયાએ વર્ષભરના મોટા ટવીટર મોમેન્ટસની યાદી જારી કરીઃ રાજનીતી, સ્પોર્ટસ અને ઇન્ટરનેટમાં સૌથી વધુ કોણ ચર્ચીત રહયું? : વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીને જન્મદિવસની વધામણી આપી તે ટવીટ વર્ષભરનું સૌથી વધુ રી-ટવીટ (૪પ હજારથી વધુ) રહયું

નવી દિલ્હી, તા., ૧૦: દેશની ૧૭મી લોકસભા ચુંટણીમાં જબરદસ્ત જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું #  વિજયી ભારત ટવીટ આ વર્ષનું સૌથી લોકપ્રીય ટવીટ પૈકીનું એક રહયું છે. આ ઉપરાંત તમામ હેશટેગ્સ પણ ઉપયોગ કર્તાઓમાં લોકપ્રિય રહયા છે. #  સીડબલ્યુસી-૧૯, #  ચંદ્રયાન-ર, #  લોકસભા ઇલેકશન-ર૦૧૯, #  આર્ટીકલ ૩૭૦, # બીગીલ, # અયોધ્યા વર્ડીકટનો તેમાં સમાવેશ થાય છે. આ ટવીટ ઉપર યુઝર્સ વચ્ચે વધુમાં વધુ વાતચીત થઇ અને ભાગ લેવામાં આવ્યો. ટવીટર ઉપર ઇન્ટરનેટ ઉપરાંત રમતની દુનિયાની પણ અચ્છી દમક રહે છે. વિરાટ કોહલીએ જયારે મહેન્દ્રસિંહ ધોનીનેજન્મદિવસની વધામણી આપી ત્યારે આ ટવીટ ૪પ હજારથી વધુ વખત સ્પોર્ટસની દુનિયાનું રી-ટવીટ  બની ગયું.

ટોપ-પ હેશટેગ્સ

# લોકસભા ઇલેકશન ર૦૧૯: ૧૭ મી  લોકસભાની ચુંટણીનો ચર્ચાનો વિષય બની રહયું.

#  સીડબલ્યુસીઃ ૧ર મો ક્રિકેટ વર્લ્ડકપ  પાંચમી વખત ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કરવામાં આવ્યો.

#  ચંદ્રયાન-રઃ ઇસરોનું ચંદ્રયાન મીશન-ર એ દુનિયાને પોતાની તરફ આકર્ષ્યા.

#  પુલવામાં: ૧૪ ફેબ્રુઆરીના સીઆરપીએફના કાફલા ઉપર થયેલો આતંકી હુમલો દુનિયાભરમાં છવાયેલો રહયો.

#  ધારા-૩૭૦: જમ્મુ-કાશ્મીરમાં ખત્મ કરવામાં આવેલી કલમ-૩૭૦ પણ ચર્ચાનો, દલીલનો સૌથી  મોટો મુદ્દો રહયો.

ટોપ-પ રાજનેતા, ટોપ-પ અભિનેતાઓ ખુબ સમાચારમાં રહયા

ઇમોજીનો પ્રયોગ પણ સૌથી વધુ કરવામાં આવ્યો. મોદીજીનું ગોલ્ડન ટવીટ સૌથી વધુ લાઇક અને રીટવીટ થયું.

આવી જ રીતે રાજનીતીમાં સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ, વિજયી ભારત આ બધા નરેન્દ્ર મોદીના ટવીટ ૧.ર લાખ લોકોએ રી-ટવીટ કર્યા. જયારે ૪.ર લાખ લોકોએ લાઇક કર્યા. આવી જ રીતે ધોનીને જન્મદિવસની વધામણી ૪પ હજાર વખત રી-ટવીટ થઇ અને ૪.૧ર લાખ લોકોએ લાઇક કરી.

(4:31 pm IST)