મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

આઇઆઇટી-કાનપુરના વિદ્યાર્થીઓએ ટ્રેનની ઉપલી બર્થ પર ચડવાની ફોલ્ડેબલ સીડી બનાવી

કાનપુર,તા.૧૦:ભારતીય રેલવેમાં જો તમને ઉપરની બર્થ પર ટિકિટ મળી હોય તો એની પર ચડવાનું દ્યણા લોકો માટે અદ્યરું બની જાય છે.

જોકે આઇઆઇટી કાનુપરના પ્રોગ્રામ ડિઝાઇનિંગમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓએ સીટ પર ચડવા માટે ખાસ સીડી બનાવી છે જે ફોલ્ડેબલ છે.

દરેક સીટ પાસે એ સીડી મૂકી શકાય એમ છે. જયારે ચડવું હોય ત્યારે એને ખોલી દેવાની અને ઉપર ચડી ગયા પછી બંધ કરીને લોક પણ કરી શકાય છે. હાલમાં યુનિવર્સિટીએ ભારતીય રેલવેના અધિકારીઓને આ ડિઝાઇન ટ્રાયલ માટે મોકલી છે અને પેટન્ટ માટે અરજી કરી છે.

(3:53 pm IST)