મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

રાજયસભામાં નાગરિક સુધારણા બિલ પસાર કરાવવા NDAની અગ્નિપરીક્ષા થશે

ભાજપે રાજયસભાના સાંસદસભ્યો માટે વ્હિપ જાહેર કર્યોઃ ભાજપે રાજયસભામાં પણ નાગરિક બિલ પાસ થવાનો વિશ્વાસ વ્યકત કર્યો

નવી દિલ્હી, તા.૧૦: પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી બિનમુસ્લિમો શરણાર્થિઓને ભારતીય નાગરિકતા અપાવવા માટેના નાગરિકતા સુધારણા બિલ આજે રાજયસભામાં રજૂ થશે. કેન્દ્ર સરકારને રાજયસભામાં આ બિલ પસાર કરાવવા માટે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડશે.  આ બિલ રાજયસભામાં પસાર કરવાવવા માટે ભાજપે પોતાના તમામ સાંસદેનો હાજર રહેવા વ્હિપ જાહેર કર્યો છે. લોકસભામાં બહુમતને લીધે સરકારે ૮૦ વિરોધમાં પડેલા મત સામે ૩૧૧ તરફેણના મતથી બિલના પસાર કરાવ્યું હતું. જો કે સંસદના ઉપલા ગૃહમાં આ બિલ પાસ કરાવવા જૂદું જ ગણિત લાગુ પડશે. સરકાર રાજયસભામાં લદ્યુમતિમાં છે, માટે આંકડાકીય કુટનીતિ દ્યણી મહત્વની બની રહે છે. ભાજપને આશા છે કે, જે રીતે ટ્રિપલ તલાક બિલ અને આર્ટિકલ ૩૭૦ હટાવવામાં તે રાજયસભામાં સફળ રહ્યું હતું તે રીતે જ નાગરિકતા સુધારણા બિલને પણ મંજૂરી અપાવવામાં સફળ રહેશે.

એનડીએની સૌથી લાર્જેસ્ટ પાર્ટી ભાજપના રાજયસભામાં ૮૩ સાંસદો છે. આ ઉપરાંત જનતા દળ (યુનાઈટેડ)ના ૬ સાંસદો છે. લોકસભામાં પણ બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વ હેઠળના પક્ષે બિલનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત એનડીએમાં શિરોમણી અકાલી દળના ત્રણ સાંસદ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ)ના એક જયારે અન્ય નાના પક્ષોના ૧૩ સભ્યો છે. રાજયસભામાં એનડીએ ગઠબંધનના કુલ ૧૦૬ સાંસદો છે. જેડીયુએ લોકસભામાં બિલને ભલે ટેકો આપ્યો હોય પરંતુ પક્ષમાં આ બિલને લઈને બે જુદા-જુદા મત પ્રવર્તે છે. જેડીયુના નેતા પ્રશાંત કિશોર આ બિલની વિરુદ્ઘ છે.

બીજીતરફ વિપક્ષ યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)માં કોંગ્રેસ સૌથી વધુ ૪૬ સાંસદો ધરાવતો મોટો પક્ષ છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી અને શરદ પવારની એનસીપીના ચાર-ચાર સાંસદો છે. જયારે ડીએમકીના પાંચ સાંસદો અને અન્ય યુપીએ સહયોગીના ત્રણ સાંસદ છે. યુપીએના કુલ ૬૨ સભ્યો રાજયસભામાં છે.

કેટલાક એવા પક્ષો પણ છે જે એનડીએ અથવા યુપીએ બન્નેમાંથી કોઈ ગઠબંધનમાં નથી. જો કે વિચારધારાની બાબતે સમય મુજબ આ પક્ષો પોતાનું વલણ બદલતા રહે છે. જે પાર્ટીના સાંસદો એકપણ ગઠબંધનમાં નથી તેમાં પશ્યિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના સૌથી વધુ ૧૩ સાંસદો છે.

(10:07 pm IST)