મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

ઝારખંડમાં ભાજપની આકરી કાર્યવાહી : પૂર્વ મંત્રી સરયૂ રાય સહીત 20 પ્રદેશ નેતાઓની હકાલપટ્ટી

મુખ્યમંત્રી સામે ચૂંટણી લડનાર પૂર્વ કેબિનેટ મંત્રી સહીત અનેક બળવાખોરોને હાંકી કાઢ્યા

નવી દિલ્હી : ભાજપે ઝારખંડમાં આકરી કાર્યવાહી કરતા મુખ્યમંત્રી વિરુદ્ધ ચૂંટણી લડનાર વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સરયૂ રાય સહિત 20 પ્રદેશ નેતાઓને પાર્ટીથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સોમવારે રાતે જારી સત્તાવાર જાહેરનામામાં પ્રદેશ મહામંત્રી સહ હેડક્વાર્ટર પ્રભારી દીપક પ્રકાશે આ જાણકારી આપી છે.

 તેમણે જણાવ્યું કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ લક્ષ્‍મણ ગિલુવાના નિર્દેશ અનુસાર, પાર્ટીએ અનુશાસનાત્મક કાર્યવાહી કરતા પાર્ટીના અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડવાવાળા સરયૂ રાયસ બડકુવાર ગાગરાઈ, મહેશ સિંહ, દુષ્યંત પટેલ તથા અમિત યાદવને પાર્ટીના નિર્ણયો વિરુદ્ધ કામ કરવા તથા પાર્ટીના સંવિધાન વિરોધી કાર્યો માટે જમશેદપુર મહાનગરથી અમરપ્રીત સિંહ કાલે, સુબોધ શ્રીવાસ્તવ, અસીમ પાઠક, રજનીકાન્ત સિન્હા, સતીશ સિંહ, રામકૃષ્ણ દુબે, ડીડી ત્રિપાઠી, રામનારાયણ શર્મા, રતન મહતો, હરે રામ સિંહ, મુકુલ મિશ્ર, હજારીબાગ તથા રામગઢથી સર્વેશ સિંહ, સંજય સિન્હા, મિશિલેશ પાઠક તથા ત્રિભુવન પ્રસાદની પાર્ટીની પ્રાથમિક સદસ્યતા 6 વર્ષ માટે સમાપ્ત કરી દેવામાં આવી છે. સરયૂ રાયે પોતાનું પત્તુ કપાયાથી નારાજ થઈને આના માટે મુખ્યમંત્રી રઘુવર દાસને જ જવાબદાર માનતા તેમની સામે મોરચો માંડ્યો હતો અને તેમની વિરુદ્ધ નિર્દલીય ચૂંટણી લડ્યા હતા.

(1:01 pm IST)