આવતીકાલ 11 ડિસેમ્બર બુધવારના રોજ એશિયન અમેરિકન ફેડરેશનના ઉપક્રમે ન્યુયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ : ન્યુયોર્ક સ્ટેટમાં એશિયન અમેરિકન સમુદાયની વસતિ ,તેમના દ્વારા બોલાતી વિવિધ ભાષાઓ ,તેમજ સામાજિક અને આર્થિક વિકાસનો અહેવાલ રજુ કરાશે : અમેરિકામાં આગામી દિવસોમાં થનારી 2020 ની સાલની વસતિ ગણતરીના અનુસંધાને તૈયાર કરાયેલો અહેવાલ
અમેરિકામાં 2020 ની સાલની વસતિ ગણતરી આડે હવે થોડા મહિનાઓ જ બાકી છે ત્યારે એશિયન અમેરિકન ફેડરેશન દ્વારા ન્યુયોર્ક સ્ટેટના દરેક ડિસ્ટ્રિક્ટમાં એશિયન સમુદાયની વસતિ તેમજ સામાજિક અને આર્થિક ડેટા સાથેનો છેલ્લામાં છેલ્લો અહેવાલ રજૂ કરાશે જે અંતર્ગત ન્યુયોર્ક સ્ટેટમાં એશિયન સમુદાયના વસતિ વધારા દરમાં ઘટાડા સાથે વિવિધ એશિયન ભાષાઓના વ્યાપમાં આવેલા ઉછાળા અંગે માહિતી અપાશે
આ માહિતી રજૂ કરવા માટેની પ્રેસ કોન્ફરન્સ આવતીકાલ 11 ડિસેમ્બર 2019 બુધવારના રોજ રાખવામાં આવી છે.એશિયન અમેરિકન ફેડરેશન ઓફિસ ,120 વોલ સ્ટ્રીટ ,9મો માળ મેનહટન મુકામે યોજાનારી આ પ્રેસ કોન્ફરન્સનો સમય સવારે 11 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.જેમાં હાજરી આપવા રજીસ્ટ્રેશન કરાવી લઇ આઇ ડી.પ્રુફ સ્થળ ઉપર રજૂ કરવા સુશ્રી મીરા વેણુગોપાલની યાદીમાં જણાવાયું છે.