મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

મધ્ય પ્રદેશમાં છેલ્લાં બે વર્ષમાં બળાત્કારના 28 દોષીઓને મોતની સજા: અમલ થયો નથી

2018માં બળાત્કારના 29 કેસ : 18 કેસ સગીર વયની બાળાઓ પર રેપ કેસ : અદાલતે તમામ આરોપીએાને મોતની સજા ફટકારી

ભોપાલ : દેશભરમાં બળાત્કારના આરોપીઓને ઝડપભેર મોતની સજા કરવાની માંગણીએ જોર પકડ્યું છે ત્યારે એકલા મધ્ય પ્રદેશમાં છેલ્લાં બે વર્ષમાં બળાત્કારના 28 આરોપીને મોતની સજા ફરમાવાઇ હતી. જો કે સજાનો અમલ હજુ થઇ શક્યો નથી.

 મધ્ય પ્રદેશમાં 2018માં બળાત્કારના 29 બનાવો નોંધાયા હતા જેમાં 18 કેસ સગીર વયની બાળાઓ પર રેપના હતા. અદાલતે તમામ આરોપીએાને મોતની સજા ફટકારી હતી.

 સરકાર વતી લડનારા પ્રખર ધારાશાસ્ત્રીએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે 2019માં અત્યાર સુધીમાં બળાત્કારના નવ આરોપીને મોતની સજા ફરમાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે કટનીમાં સગીર બાળા પર રેપ કરનારા આરોપીઓને તો માત્ર પાંચ દિવસમાં મોતની સજા થઇ હતી. આમ અહીં આરોપીઓને ફટાફટ સજા કરવામાં આવે છે.

 મધ્ય પ્રદેશમાં આરોપીઓને ઝડપભેર સજા કરવા માટે વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ, લંડનમાં એન્ટ્રી મળી હતી. ઝડપી ન્યાય શાખામાં વર્લ્ડ બુકે આ કામગીરીની નોંધ લીધી હતી.

(12:08 pm IST)