મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

આગ્રામાં ૨૫ રૂપિયે કિલો ડુંગળી વેચવા બેઠેલા કોંગીજનો પાસેથી વાંદરા જથ્થો લુંટી ગયા

ડુંગળીની રીતસરની લુંટ ચલાવી ભાગ્યા

આગ્રા, તા.૧૦: કોંગ્રેસના કાર્યકર્તા સોમવારે ઉત્ત્।ર પ્રદેશના આગ્રા જિલ્લાની કલેકટર ઓફિસ સામે ડુંગળીના વધતા ભાવને લઈને પ્રદર્શન કરી રહ્યાં હતાં. કોંગ્રેસ સંદ્યર્ષ સમિતિના બેનર હેઠળ કોંગ્રેસી કાર્યકર્તાઓ ડુંગળી લઈને બેઠા હતાં. હકીકતમાં, શહેરમાં દોઢ સો રુપિયાની કિંમતની ડુંગળીને કોંગ્રેસી ૨૫ રુપિયે કિલોમાં વેચવા બેઠા હતાં. તે સમયે અચાનક જ વાંદરાઓનું ટોળું આવ્યું અને ડુંગળીની લૂંટ મચાવી હતી.કોંગ્રેસ સંદ્યર્ષ સમિતિએ યોજના બનાવી હતી કે જો સસ્તા ભાવે ડુંગળી વેંચશું તો આ પ્રકારે જનતાની હમદર્દી પણ મળશે અને વિરોધ પ્રદર્શન પણ થશે. આ કારણે તેઓ રેંકડીમાં ડુંગળી ભરીને કલેકટ્રેટ ગેટ પર પહોંચ્યા હતાં અને 'કોંગ્રેસનું બમ્પર સેલ'નો અવાજ લગાવીને ૨૫ રુપિયે કિલોના ભાવથી ડુંગળી વેચવા લાગ્યા હતાં.

જાણકારી અનુસાર સસ્તી ડુંગળી લેવા માટે ખૂબ જ ભીડ એકઠી થઈ હતી. કલેકટર ઓફિસના મુખ્ય દરવાજાની સામે જ કોંગ્રેસ ભાજપ સરકાર વિરુદ્ઘ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યાં હતાં. ડુંગળીની આ બમ્પર સેલમાંથી એક વ્યકિતએ ડુંગળી ખરીદી અને પોતાની થેલીમાં રાખી બાઈકથી કલેકટર ઓફિસની અંદર આવ્યો હતો.

આ વ્યકિતએ જેવી બાઈક ઉભી રાખી કે તરત જ ડઝનભર વાંદરાઓનું ટોળું ત્યાં પહોંચ્યુ હતું અને તેને દ્યેરી લીધો હતો. વાંદરાઓના ટોળાએ તેની થેલી ફાડી નાખી હતી અને ડુંગળી ખાવા લાગ્યા હતાં. ડુંગળીની લૂંટનો આ ઘટનાક્રમ લોકો જોતા જ રહી ગયાં.

(11:48 am IST)