મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

નાગરિકતા સંશોધન બિલ

PoK પણ આપણુ છેઃ ત્યાંના લોકો પણ આપણા છે

આજે પણ ૨૬ બેઠકો જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં રીઝર્વ રાખીએ છીએ

નવી દિલ્હી,તા.૧૦: નાગરિકતા સંશોધન બિલ પર સોમવાર મોડીરાત સુધી લોકસભામાં ચર્ચા ચાલી. આ બિલ પર ચર્ચા કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશને રિફ્યુજી પોલિસીને લઇ કાયદો બનાવાની જરૂર નથી. અમિત શાહે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર આપણું છે, તેના નાગરિકો પણ આપણા છે અને આપણે આજે પણ ૨૬ સીટો જમ્મુ-કાશ્મીર એસેમ્બલીમાં રિઝર્વ રાખીએ છીએ.

અમિત શાહે કહ્યું કે કોઇપણ વ્યકિતને પોતાના પરિવારની બહેન-દીકરીની ઇજ્જત કે પોતાના ધર્મને બચાવા માટે અહીં આવવું પડે અને આપણે અપનાવીએ નહીં, આ ભૂલ અમે કરી શકીએ નહીં. અમે તેમને ચોક્કસ સ્વીકારીશું, નાગરિકતા આપીશું અને આખા વિશ્વની સામે તેને સમ્માન પણ અપાશે. અમિત શાહે કહ્યું કે જયારે પણ કોઇ નાગરિકતા અંગે કોઇ દખલ કરવામાં આવી, તે કોઇને કોઇ ખાસ સમસ્યાને ઉકેલવા માટે કરાયું. યુગાન્ડાથી જયારે લોકો આવ્યા હતા તો માત્ર ત્યાંથી આવેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવી, કોઇ દેશમાંથી આવેલા નાગરિકોને નાગરિકતા આપી નહીં.

અમિત શાહે કહ્યું કે આપણી અલ્પસંખ્યકોની વ્યાખ્યા ખોટી નથી. આ આખુ બિલ એ ત્રણ દેશોના અલ્પસંખ્યકો માટે છે. બાંગ્લાદેશ, અફદ્યાનિસ્તાન, અને પાકિસ્તાનમાં જયારે ઇસ્લામ રાજનો ધર્મ છે, તો ત્યાં મુસ્લિમ અલ્પસંખ્યક હોતા નથી. અમિત શાહે કહ્યું કે હું એટલું કહેવા માંગું છું કે માઇનોરિટીમાં કોઇ ડરની ભાવના નથી, જો હોય તો પણ હું મારા તમામ અલ્પસંખ્યક ભાઇ બહેનોને વિશ્વાસ અપાવું છું કે મોદીજીના વડાપ્રધાન રહેતા આ દેશમાં કોઇપણ ધર્મના નાગરિકને ડરવાની જરૂર નથી.

અમિત શાહે કહ્યું કે બિલ કોઇપણ ધર્મના પ્રત્યે ભેદભાવ કરતું નથી. આ બિલ એક સકારાત્મક ભાવ લઇને આવે છે એ લોકો માટે જે ભારત, પાકિસ્તાન, અને અફદ્યાનિસ્તાનમાં પ્રતાડિત છે. પ્રતાડિત શરણાર્થી હોય છે, દ્યૂસણખોર હોતા નથી. બિલમાં સંવિધાનની કલમ ૧૪, ૨૧, ૨૫દ્ગફ્રત્ન ઉલ્લંદ્યન નથી. અમિત શઆહે કહ્યું કે જો વોટ બેન્ક માટે દ્યૂસણખોરીને શરણ આપવા માંગે છે, અમે તેને સફળ થવા દઇશું નહીં. વોટ માટે દ્યૂસણખોરીને શરણ આપનાર ચિંતિત છે. રોહિંગ્યાને કયારેય સ્વીકારાશે નહીં. રોહિંગ્યા બાંગ્લાદેશ દ્વારા ભારત આવે છે.

અમિત શાહે કહ્યું કે ૧૯૪૭માઙ્ગ પાકિસ્તાનમાં ૨૩ ટકા હિન્દુ હતા પરંતુ વર્ષ ૨૦૧૧જ્રાક્ન આ આંકડો ૩.૪ ટકા રહ્યો. પાડોશી દેશોમાં અલ્પસંખ્યકો પર થઇ રહેલા અત્યાચારોને જોતા ભારત મૂકદર્શક બની શકે નહીં. ભારતમાં અલ્પસંખ્યકોની વસતી વધી છે. પાડોશી દેશોના અલ્પસંખ્યકો પર ભારત ચુપ રહેશે નહીં. જે ભારતના મૂળ નાગરિક છે તેને કોઇ ખતરો નથી. તો બિલથી આ દેશના કોઇપણ મુસલમાનોને કોઇ લેવાદેવા નથી. મોદીના પીએમ રહેતા દેશનું સંવિધાન જ અમારો ધર્મ છે.

અમિત શાહે પારસી સમુદાયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પારસી પણ પ્રતાડિત થઇને ભારત આવ્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું કે સાવરકરનો દ્વિરાષ્ટ્ર સિદ્ઘાંત હતો કે નહીં હું તેમાં જવા માંગતો નથી પરંતુ જયારે જિન્નાએ બે રાષ્ટ્રનો સિદ્ઘાંત આપ્યો તો તેને તમે (કોંગ્રેસ) સ્વીકાર કેમ કર્યો. અમિત શાહે એક પ્રશ્નના જવાબમાં કહ્યું ભારતે સમય-સમય પર જરૂરિયાતમંદ લોકોને નાગરિકતા આપી છે.

(11:47 am IST)