મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

PMC કૌભાંડ બાદ અન્ય બેંકોની જેમ મોટી કો. ઓ. બેંકો ઉપર પણ નિયંત્રણ ઇચ્છે છે RBI

બેન્કીંગ રેગ્યુલેશન એકટમાં સુધારા કરતો ખરડો લવાશેઃ નાની બેંકો રજિસ્ટ્રાર હસ્તક જ રહેશે

નવી દિલ્હી તા. ૧૦ :.. કેન્દ્ર સરકાર મોટી શહેરી સહકારી બેન્કોને બેન્કિંગ રેગ્યુલેશન એકટની જોગવાઇઓ અંતર્ગત લાવે તેવી પ્રબળ સંભાવના છે જો કે, નાની શહેરી સહકારી બેન્કોને સહકારી મંડળીઓના રજિસ્ટ્રારના નિયંત્રણ હેઠળ જ રાખવામાં આવશે. એક અખબારી અહેવાલ અનુસાર નણામંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્ક વચ્ચે આ મામલે ચર્ચા ઘણી આગળ વધી ચુકી છે અને સંસદના શિયાળુ સત્રમાં રજૂ થનારા ખરડા દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એકટમાં સુધારા કરવામાં આવશે. કાયદામાં સુધારા પછી મોટી શહેરી સહકારી બેન્કો સીધી રિઝર્વ બેન્કનાં નિમંત્રણ હસ્તક આવી જશે. આમ તેમના પર બેવડા નિયંત્રણના વિવાદનો અંત આવી જશે. અત્યાર સુધી મોટી શહેરી સહકારી બેન્કોનું ઇન્સ્પેકશન સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર દ્વારા  જ કરાતું હતું પરંતુ કાયદામાં સુધારા પછી તેમનું ઇન્સ્પેકશન બેન્કિંગ રેગ્યુલેશન એકટ અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કરાશે.

 

નવા નિયમથી શું બદલાવ આવશે ?

રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાયટીઝને શહેરી સહકારી બેન્કોના બોર્ડ અને  મેનેજમેન્ટની કામગીરી પર ચોકકસ સત્તાઓ હોવા છતાં માર્ચ ૧૯૬૬ થી અમલમાં આવેલા બેન્કિગ રેગ્યુલેશન એકટની ચોકકસ જોગવાઇઓ અંતર્ગત શહેરી સહકારી બેન્કો આરબીઆઇના દાયરામાં આવે છે. પરંતુ હવે સુધારેલી યોજનામાં શહેરી સહકારી બેન્કોનું ઇન્સ્પેકશન ફકત આરબીઆઇ પાસે જ રહેશે.

૧.પપ૧     મોટી શહેરી સહકારી બેન્કો

૭.૩૬       લાખ કરોડનો કુલ વાર્ષિક બિઝનેસ

૪.પ૬       લાખ કરોડની થાપણો (ર૦૧૭-૧૮)

ર.૮૦       લાખ કરોડના એડવાન્સ (ર૦૧૭-૧૮)

(11:46 am IST)