મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

ઝારખંડમાં ફરીવાર જવાનો વચ્ચે બે સ્થળોએ આંતરિક બઘડાટી:એક અધિકારી સહિત ચારના મોત:ચાર ઘાયલ

વિધાનસભા ચૂંટણીમાં તહેનાત કરાયેલા CRPF જવાનો વચ્ચે અંદરો-અંદર લડાઇ

ઝારખંડમાં બે અલગ-અલગ મામલામાં 4 જવાનના મોત નિપજ્યાં છે. પહેલો મામલો રાંચીમાં જયારે બીજો બનાવ ગોમિયાનો છે. વિધાનસભા ચૂંટણીમાં તહેનાત કરાયેલા CRPF જવાનો વચ્ચે સોમવારના રોજ અંદરો-અંદર લડાઇ થઇ હતી જેને લઇને એકબાજી પર ગોળીબારી કરી જેમાં આસ્ટિસ્ટન્ડ કમાન્ડર સહિત બે અધિકારીઓના ઘટનાસ્થળે મોત થયા. જ્યારે અન્ય 4 ઘાયલ થયા હતા

 

 જો કે ફાયરિંગ કરનાર જવાનની ઓળખ દીપેન્દ્ર યાદવ તરીકે કરાઇ છે. યાદવ પર એક પહેરેદારે ફાયરિંગ કરતા અટકાવ્યો હતો. ખરેખર તો સોમવારે ચાઇબાસાથી બીજા ચરણની ચૂંટણી પ્રક્રિયા પુરી કરી પરત ફરી રહેલા CRPF જવાનો અને અધિકારીઓને બોકારોના ગોમિયામાં આવેલા કુર્કનાલાના ઉચ્ચ વિદ્યાલય અને મધ્ય વિદ્યાલયમાં CRPFની 226મી બટાલિયને ઉતારો આપવામાં આવ્યો હતો.

 જો કે એક મળતી માહિતી મુજબ રાતે 8.3 વાગ્યાની આસપાસ જમવાને લઇને વિદ્યાલયમાં ઉતારો કરી રહેલા જવાનોમાં વિવાદ થયો. જેને લઇને જવાનોએ એકબીજા પર ફાયરિંગ શરૂ કર્યું હતું

  આ ફાયરિંગમાં CRPFના બે અધિકારીઓ, અસિસ્ટેન્ટ કમાન્ડેટ સાહુલ અહસન અને એએસઆઇ પૂર્ણાનંદ ભુઇયાનું ઘટનાસ્થળે મોત થયા, જ્યારે ગોળી લાગવાથી બે કોન્સ્ટેબલ ઉપેન્દ્ર યાદવ અને હરિશ્ચચંદ્ર ગોખલેને 12 વાગે હેલિકોપ્ટર દ્વારા ઇલાજ માટે રાંચી મોકલવામાં આવ્યાં. જ્યારે અન્ય બે ઘાયલ જવાન ખુખલરી અને દિપેન્દ્ર કુમારનો ઇલાજ બોકારોમાં જ ચાલી રહ્યો છ

(11:44 am IST)