મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

નાગરિકતા સંશોધન બિલ

પૂર્વોતરમાં હોબાળોઃ નોર્થ- ઇસ્ટ બંધનું એલાન

ઠેરઠેર વિરોધ પ્રદર્શનઃ ૪૮ કલાકનું આસામ બંધનું એલાનઃ જનજીવનને અસર

કલકતા,તા.૧૦: નાગરિકતા સંશોધન વિધેયક વિરુદ્ઘ અને છ સમુહોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો પ્રદાન કરવાની માંગ પર દબાણ બનાવા માટે ઓલ મોરાં સ્ટુડન્ટ્સ યુનિયનને ૪૮ કલાકના આસામ બંધના પ્રથમ દિવસે અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. આ ક્ષેત્રમાં દરેક સંગઠનોના શીર્ષ સંગઠન નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનના પ્રદર્શનના એક દિવસ પહેલાઙ્ગ વિધેયક પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ દ્વારા શંકાઓને દૂર કરવા છતાં આસામ અને ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન થયા.

સવારે પાંચ વાગ્યે બંધની શરૂઆત બાદ લખીમપુર, ધેમાજી, તીનસુકીયા, દિબ્રુગઢ, શિવસાગર, જોરહાટ, માજુલી, મોરીગાંવ, બોનગાઇગાવ, ઉદલગુડી, કોકરાઝાર અને બકસા જીલ્લામાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા. અનેક સ્થળો પર પ્રદર્શનકારીઓને વિખેરવા માટે દિબ્રુગઢ અને ગોવાહાટીમાં પોલીસે લાઠીચાર્જ કર્યો. લાંબા અંતરની કેટલીક બસો પોલીસની દેખરેખ હેઠળ ચાલુ રાખવામાં આવી. બન્ધન કારણે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં અનેક પર્યટકો ફસાયા. તેને ગોવાહાટી લઇ જવા માટે કોઈ સાર્વજનિક વાહન નહોતું. આ સ્થળો પર દુકાનો, બજાર, અને નાણાંકીય સંસ્થાન બંધ રાખવામાં આવ્યા. શાળા અને કોલેજો પણ ખુલ્લા નથી રહ્યા. બરાક દ્યાટીના બંગાળી સમુદાય બહુલ કચ્છાર, કરીમગંજ અને હૈલાકાંડી જિલ્લામાં અને પહાડી જિલ્લામાં બંધની અસર જોવા નહી.

નાગરિકતા સંશોધન વિધેયક વિરુદ્ઘ બન્ધ ઉપરાંત એએમએસયુએ મોરાન અને પાંચ અન્ય સમુદાયોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો પ્રદાન કરવાની માંગ પર જોર આપવા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ.

(3:46 pm IST)