મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

હિંદુઓના મત માટે મંદિરમાં જઇ રહ્યા છે બ્રિટીશ નેતાઓ

બ્રિટનના ઇતિહાસમાં પહેલીવાર : પ્રચાર માટે હિંદી ગીતો પણ બનાવડાવ્યા

નવી  દિલ્હી તા. ૧૦ :.. બ્રિટનની ચૂંટણીમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે ત્યાંન મુખ્ય પક્ષો ભારતીય અને હિંદુ ઓળખના નામે ભારતીયોને પોતાની તરફ કરવાના પ્રયત્નોમાં લાગી ગયા છે. આનું સૌથી મોટું ઉદાહરણ જોવા મળ્યું જયારે કંજરવેટીવ પાર્ટીન ઉમેદવાર અને બ્રીટીશ વડાપ્રધાન બોરિસ જોન્સન લંડનના પ્રસિધ્ધ સ્વામી નારાયણ મંદિરમાં દર્શન કરવા ગયા. મંદિરમાં જોનસનની સાથે તેમની ૩૧ વર્ષની ગર્લ ફ્રેન્ડ કૈરી સાયમંડસ પણ હતી. કૈરીએ ગુલાબી રંગની સીલ્કની સાડી પહેરી હતી જયારે બોરિસે તિલક કર્યુ હતું. અને માળા પણ પહેરી હતી.

દર્શન પછી તેમણે વિપક્ષી લેબર પાર્ટી પર કાશ્મીર બાબતે હૂમલો કરતા આક્ષેપ કર્યો કે લેબર પાર્ટી બ્રિટનમાં ભારત વિરોધી ભાવનાને જન્મ આપી રહી છે પણ અમે એવું નહીં થવા દઇએ. તેમણે વધુ ભારતીયોને બ્રિટન આવવાની તક આપવાની વાત પણ કરી. એટલું જ નહીં પક્ષ સાથે જોડાયેલ એક ગ્રુપે એક ગીત પણ લોંચ કર્યુ છે. જેના બોલ છે. 'બોરિસ કો હમે જીતાના હૈ.'

બીજી તરફ મુખ્ય વિરોધ પક્ષ લેબર પાર્ટી પણ દેશમાં રહેતા ૧૦ લાખથી વધારે હિંદુઓને મનાવવામાં લાગેલી છે. જો કે ચંૂટણી પ્રચારની શરૂઆતમાં આ પક્ષે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા બાબતે ભરતની ટીકાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આના કારણે બ્રિટનમાં હિંદુ સમાજ નારાજ થયો હતો. નિંદા પ્રસ્તાવને બ્રિટનમાં રહેતા ૩૦ લાખથી વધુ મુસ્લિમોને પોતાની તરફ ખેચવાની કોશિષ તરીકે જોવામાં આવ્યો. જો કે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને હિંદુઓને મનાવવાનો પ્રયત્ન કરતા પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહયું કે તે ૧૦૦ વર્ષ પહેલા અમૃતસરમાં થયેલા જલિયાવાલા બગ નરસંહાર માટે ભારતની માફી માગશે. પણ તેની ખાસ અસર જોવા ન મળી. બ્રિટનના મોટાભાગના હિંદુઓ અત્યાર સુધી લેબર પાર્ટીને જ મત આપતા આવ્યા છે પણ હવે તેઓ કન્ઝરવેટીવ મત ન આપવાની અપીલ કરી છે. તેઓ લોકોને સમજાવી રહયા છે કે કાશ્મીર મુદે લેબર પાર્ટી પાકિસ્તનની સાથે છે. મંદિરોમાં પણ આવી અપીલના કેસ સામે આવી રહ્યા છે.

(11:38 am IST)