મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

એરટેલ વિદેશી કંપનીઓ પાસેથી ૪૯૦૦ કરોડ રૂપિયાના રોકાણને લઇને સરકાર પાસે મંજૂરી માંગતા ભારતીય ટેલિકોમ કંપની વિદેશી બની જવાની સંભાવના

નવી દિલ્હી: ભારતીય ટેલિકોમ કંપની તરીકે જાણીતી ભારતી એરટેલની ઓળખ હવે મહિને ખતમ થઈ શકે છે. કદાચ હવે એરટેલ એક વિદેશી કંપની તરીકે ઓળખાશે. તેની પાછળનું કારણ છે કે ભારતી એરટેલે સિંગાપુરની ટેલિકોમ કંપની અને અન્ય બીજી વિદેશી કંપનીઓ પાસેથી 4900 કરોડ રૂપિયાના રોકાણને લઈને સરકાર પાસે મંજૂરી માંગી છે. જો રોકાણને સરકારની મંજૂરી મળી જશે તો એરટેલ ભારતીય કંપની નહીં રહે. અત્રે જણાવવાનું કે એરટેલ દેશની સૌથી જૂની ટેલિકોમ કંપની તરીકે જાણીતી છે.

રોકાણ સાથે ભારતી એરટેલમાં વિદેશી કંપનીઓની ભાગીદારી 50 ટકા કરતા વધુ થઈ જશે. કારણે હવે તે એક વિદેશી કંપની બની જશે. કંપનીનો કંટ્રોલ પ્રોમોટરના હાથમાંથી સરકી જશે. પીટીઆઈના અહેવાલ મુજબ હાલ સુનીલ ભારતી મિત્તલ (Sunil Bharti Mittal) અને તેમના પરિવારની પાસે ભારતી ટેલિકોમની ભાગીદારી 52 ટકા છે. ભારતી એરટેલમાં ભારતી ટેલિકોમની ભાગીદારી 41 ટકા છે. રીતે વિદેશી પ્રમોટરની ભાગીદારી 21.46 ટકા છે.

ટેલિકોમ કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ 37 ટકા છે. અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા દૂરસંચાર વિભાગે ભારતી એરટેલના એફડીઆઈ એપ્લિકેશનને રિજેક્ટ કરી દીધી હતી. તેની પાછળ કહેવાયું હતું કે કંપનીએ વિદેશી રોકાણકારો અંગે સ્પષ્ટ જાણકારી આપી નહતી.

ટેલિકોમ કંપની ભારતી એરટેલ કંપનીમાં એફડીઆઈની લિમિટને વધારીને 100 ટકા કરવા સુધીની એપ્લિકેશન આપી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ AGR તરીકે સરકારને 43000 કરોડ રૂપિયા પેમેન્ટ કરવાનું છે.

(12:00 am IST)