મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી શરૂ: બુધવારથી શીતલહેર શરૂ થવાની આશં

લદાખ, દ્વાસમાં માઈનસ 25 ડિગ્રી તાપમાન : કશ્મીર ઘાટીમાં માઈનસ 3.5 ડિગ્રી તાપમાન

 

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં ડિસેમ્બરની શરૂઆત થતા ઠંડીનો કહેર પણ શરૂ થઈ ચૂક્યો છે. લદ્દાખ અને દ્રાસમાં માઈનસ 25 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું હતું. રવિવારે દ્રાસ દુનિયાનું બીજું સૌથી ઠંડું શહેર રહ્યું હતું.

 મળતી માહિતી અનુસાર 10 ડિસેમ્બરથી હવામાનામાં ફેરફાર આવ્યા બાદ શીતલહેર શરૂ થવાની આશંકા રાખવામાં આવી રહી છે.

   હવામાનમાં આવેલા ફેરફારના કારણે સતત બીજા દિવસે પણ કાશ્મીર ઘાટીનો સંપર્ક તૂટ્યો હતો. હિમાચલ પ્રદેશના રોહતાંગ પર 19 દિવસથી બંધ થયેલી વાહનોની અવર જવર રવિવારે શરૂ થઈ હતી. જે બરફના કારણે ફરીથી બંધ કરવાની ફરજ પડી હતી

   કાશ્મીર ઘાટીમાં ધુમ્મસના કારણે શ્રીનગરમાં સામાન્યથી 3.5 ડિગ્રી નીચેના તાપમાનની સાથે સીઝનની સૌથી ઠંડી રાત હતી. ડલ ઝીલની આસપાસના જળ સ્ત્રોત અને પાઈપલાઈનો પર બરફ જામ્યો હતો અને પેયજળનો સપ્લાય પણ પ્રભાવિત થયો હતો

(12:13 am IST)