મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

''લીડ એકટીંગ એવોર્ડ'' વિજેતા જહોન ટ્રાવોલ્ટાને શ્રી રાજેન્દ્ર વોરાના અભિનંદનઃ ફેનેટીક ફિલ્મમાં ધમાઁધ વ્યકિતના આબેહૂબ અભિનયથી આફરિન

લોસ એન્જલસઃ યુ.એસ.માં જૈન સોશીઅલ ગૃપ બેવર્લી હિલ્સના ફાઉન્ડર અને પ્રેસિડન્ટ શ્રી રાજેન્દ્ર વોરાએ રોમ ફિલ્મ ફેસ્ટીવલમાં ''લીડ એકટીંગ એવોર્ડ'' વિજેતા જહોન ટ્રાવોલ્ટાને અભિનંદન પાઠવ્યા છે.

સેટરડે નાઇટ ફીવર એકટર ટ્રાવોલ્ટાએ ફેનેટીક ફિલ્મમાં આપેલા અભિનયથી શ્રી વોરા પ્રભાવિત થયા હતા. આ ફિલ્મ તેમણે લોસ એન્જલસમાં પ્રાઇવેટ સ્ક્રિનીંગમાં જોઇ હતી જેમાં ટ્રાવોલ્ટાએ મૂઝનો રોલ ભજવ્યો છે. તથા  શારિરીક અને માનસિક રીતે ધાર્મિક કટ્ટરવાદ દર્શાવતો આબેહૂબ અભિનય આપ્યો છે. તેવું શ્રી રાજેન્દ્ર વોરાની યાદી જણાવે છે.

(7:46 pm IST)