મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

યુ.એસ.માં GOPIO લોસ એન્જલસ ચેપ્ટરના ઉપક્રમે ''થેંકસ ગિવીંગ ડે''ની અનોખી ઉજવણીઃ ચેરી બિચ ઉપરથી પ્લાસ્ટીકની ૧૫ બેગ ભરાય તેટલો-કચરો ઉઠાવ્યો

લોસ એન્જલસઃ યુ.એસ.માં ર૪ નવેં.૨૦૧૯ના રોજ ''ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિયલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO)'' લોસ એન્જલસ ચેપ્ટરના ઉપક્રમે 'થેંકસ ગિવીંગ ડે''ની અનોખી ઉજવણી કરાઇ હતી.

આ ઉજવણી અંતર્ગત GOPIO વોલન્ટીઅર્સએ ચેરી બિચની સફાઇ કરવાનું કામ કર્યુ હતું. તથા દરિયાના પાણીમાં જતા પ્લાસ્ટીકનો કચરો ઉપાડી લઇ બિચ સાફ કર્યો હતો. અને પ્લાસ્ટીક કચરાની ૧૫ જેટલી બેગ ઉઠાવી હતી.

(7:44 pm IST)