મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

ભારતની ૮મી સદીની દ્વારપાળની તથા ૧૫મી સદીની નાગરાજની મૂર્તિઓ ઓસ્ટ્રેલિયન સરકાર પરત સોંપી દેશેઃ ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનીસ્ટરની સત્તાવાર ઘોષણાં

ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયાએ ખરીદેલી ભારતની ૮મી તથા ૧૫મી સદીની પ્રાચીન કૃતિઓ ૨૦૨૦ની સાલમાં પરત સોંપી દેવાનો નિર્ણય કર્યો છે. જે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનીસ્ટર સ્કોટ મોરીસન તેમની ૨૦૨૦ની સાલના જાન્યુઆરી માસમાં એશિઅને દેશોની મુલાકાત સમયે ભારતને પાછી આપી દેશે તેવી ઘોષણાં કરી છે. જેનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબુત બનાવવાનો છે.

આ કૃતિઓમાં ૧૫મી સદીની તામિલનાડુના મંદિરના ર દ્વારપાળની મૂર્તિઓ તથા ૮મી સદીની રાજસ્થાન અથવા તો.મધ્યપ્રદેશના નાગરાજની મૂર્તિ હોવાનું માનવામાં આવે છે.

આ મૂર્તિઓ ઓસ્ટ્રેલિયન સરકારે ન્યુયોર્ક સ્થિત પ્રાચીન કલાકૃતિઓના વિક્રેતા સુભાષ કપૂર પાસેથી ખરીદી હતી. જે આગય જતા ચોરાઉ હોવાનું જણાતા આ વિક્રેતા ચાલુ ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:42 pm IST)