મુખ્ય સમાચાર
News of Tuesday, 10th December 2019

H-1B વીઝા ધરાવતા ઇન્ડિયન અમેરિકન તબીબોના બાળકોની વહારે અમેરિકન મેડીકલ એશોશિએશનઃ વહેલી તકે ગ્રીન કાર્ડ મળી જાય તે માટે કોંગ્રેસમાં રજુઆત કરાવશે

વોશીંંગ્ટનઃ અમેરિકામાં સ્થાયી થયેલા H-1B વીઝા ધરાવતા ઇન્ડિયન અમેરિકન તબીબોને હજુ સુધી ગ્રીન કાર્ડ નહીં મળતાં તેમના બાળકોને યુ.એસ.માં સ્થાયી થવા માટે પ્રશ્ન ઊભો થયો છે. જેઓને પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ દાખલ કરેલી DACA સ્કીમ હેઠળ નાગરિકત્વ મળી શકે તેવુ હતું જે યોજના વર્તમાન પ્રેસિડન્ટ દ્વારા રદ કરવાની હિલચાલ થઇ રહી છે.

આ દરમિયાન તબીબોને વહેલી તકે ગ્રીન કાર્ડ મળી જાય જેથી H-4 વીઝા ધરાવતા તેમના પરિવારનો પ્રશ્ન પણ હલ થઇ જાય તે માટે અમેરિકન મેડીકલ એશોશિએશનએ મદદરૂપ થવાનું નક્કી કર્યુ છે. જે અંતર્ગત તેઓ કોંગ્રેસમાં આ ઇન્ડિયન અમેરિકન તબીબોને ગ્રીન કાર્ડ મળી જાય તે માટે રજુઆત કરાવશે. તેવું જાણવા મળે છે.

 

(7:41 pm IST)