ઈશા અંબાણી-આંનદ પીરામલના સંગીતમાં બિયૉન્સેનું ધમાકેદાર પર્ફોર્મન્સ :વિશ્વભરનું ધ્યાન આકર્ષિત
પ્રી-વેડિંગ સેરેમનીમાં અમેરિકન ડાન્સ-સિંગર બિયૉન્સ બોલીવુડના ત્રણેય ખાન,બચ્ચન પરિવાર,કપૂર પરિવાર સ્પોર્ટ્સ સેલિબ્રિટી સહિતના ઉપસ્થિત
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનુ પ્રિ વેડિંગ સેરેમની ઉદયપુરમાં યોજાઈ છે આ શાહી અને હાઈપ્રોફાઈલ સેલિબ્રેશનમાં બોલિવુડના ઘણા સિતારાઓ પહોંચ્યા છે આ સિવાય દેશ-દુનિયામાં આ ઈવેન્ટનું ધ્યાન આકર્ષિત કરનાર રહી ઈન્ટરનેશનલ અમેરિકન ડાન્સ-સિંગર બિયૉન્સે. બોલિવુડના ત્રણ ખાન, બચ્ચન પરિવાર, કપૂર પરિવાર, સ્પોર્ટ્સ જગતના દિગ્ગજ ખેલાડીઓ પણ આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહયા છે
બિયૉન્સે ભારત આવી ત્યારથી જ ચારેકોર તેની ચર્ચા થવા લાગી હતી. લોકોને વિશ્વાસ નહોતો થતો કે ઈન્ટરનેશનલ સુપરસ્ટાર ભારતમાં પફોર્મ કરવાની છે. ઉદયપુર પહોંચીને ઈશા-આનંદની સંગીત સેરેમનીમાં બિયૉન્સે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું. બિયૉન્સેના ડ્રેસને ભારતીય ડિઝાઈનર અબુ જાની-સંદીપ ખોસલાએ સ્ટાઈલ કર્યો હતો.
ઈશા અને આનંદના પ્રી-વેડિંગ ફંક્શન 8 ડિસેમ્બરથી જોધપુરમાં શરૂ થયા. પ્રી-વેડિંગ ફંક્શન પૂરાં કરીને અંબાણી પરિવાર અને તમામ સેલેબ્સ મુંબઈ પરત આવવા રવાના થયા છે. 12 ડિસેમ્બરે ભારતીય પરંપરા પ્રમાણે, મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં ઈશા-આનંદના લગ્ન થશે. જણાવી દઈએ કે, ઈશા મુકેશ-નીતા અંબાણીની એકની એક દીકરી છે એટલે તેઓ પોતાની લાડલીના લગ્નમાં કોઈ કસર છોડવા માગતા નથી.
ઈશાના લગ્ન માટે વેડિંગ વેન્યૂ પર થઈ રહેલી તૈયારીઓને જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે લગ્ન કેટલા ભપકાદાર અને ભવ્ય હશે. સંગીત સેરેમનીનું વેન્યૂ પણ ખૂબસુરત હતું. ઉદયપુરની આ હોટલ લગભગ 50 એકરમાં ફેલાયેલી છે અને સુંદરતા માટે 2015માં બેસ્ટ હોટલનો ખિતાબ પણ મળ્યો હતો